////

પોરબંદર : જાહેરમાં ચા પી રહેલા વ્યક્તિને પોલીસે 1 હજારનો દંડ ફટકાર્યો

દેશમાં તેમજ રાજ્યમાં હજુ પણ કોરોનાનું સંક્રમણ યથાવત છે. ત્યારે કોરોના મહામારીને કાબૂમાં લેવા માટે રાજ્ય પોલીસ દ્વારા અવાર નવાર માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. સાથે જ કોરોના ગાઈડલાઈનના નિયમોનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવે છે. ત્યારે પોરબંદરમાં કિર્તી મંદિર પોલીસ દ્વારા ચા પી રહેલા વ્યક્તિને માસ્ક ના પહેરવાનો 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

પોરબંદર કલેક્ટર ડૉ. રવી મોહન સૈની દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે, જેમાં ખાદ્ય અને ચીજ-વસ્તુઓ પાર્સલ સુવિધામાં જ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે. ત્યારે પોરબંદર કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના PI એચએલ આહિર તેમજ કીર્તિ મંદિર પોલીસના સ્ટાફના માણસોએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા.

આ પેટ્રોલિંગ દરમિયાન ડ્રીમલેન્ડ સીનેમાં લાબેલા ટી હાઉસ પાસે એક વ્યક્તિ જાહેરમાં ચા પીતો મળી આવતા તેને કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માસ્ક પહેરવા સૂચના આપી હતી. પોલીસે ચા પી રહેલા વ્યક્તિને ચા પાર્સલ ના લઇ જઇ જાહેરમાં ચા પીતો મળી આવતા 1000 રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો. જેને કારણે વ્યક્તિને 5 રૂપિયાની ચા 1000 રૂપિયામાં પડી હતી.

Leave a Reply

Your email address will not be published.