///

હેલ્મેટ ન પહેરવા પર યુવકને પોલીસે ફટકાર્યું 2 મીટર લાંબું ચલણ

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક શાકભાજી વેચનારને હેલમેટ વિના સ્કૂટર ચલાવવું ભારે પડી ગયું, જ્યારે પોલીસે સ્કૂટરને કિંમત કરતાં પણ વધુ દંડ ફટકારતા યુવકનું ચલણ ફાડ્યું. આ દંડ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે ફટકારવામાં આવ્યો છે.

આ અંગે મડીવાલાના રહેવાસી અરૂણ કુમારે જણાવ્યું કે, શુક્રવારે તેમને ટ્રાફિક પોલીસે હેલમેટ ન પહેરવાના કારણે રોક્યા હતા. પરંતુ વ્યક્તિ એ જ્યારે બે મીટર લાંબું ચલણનો દંડ જોયો તો તેનું મગજ કામ કરતું બંધ થઇ ગયું. આ ચલણની કુલ રકમ 42,500 રૂપિયા હતું. અરૂણએ કહ્યું કે આ દંડ તેમના સેકન્ડ હેન્ડ સ્કૂટરની કિંમત કરતાં પણ વધુ છે.

તો બીજી તરફ મદીવાલા પોલીસના જણાવ્યા પ્રમાણે તે સમયે અરૂણ કુમારે 77 વખત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જેને લઈને હવે તેને કોર્ટમાં 42,500 રૂપિયા ચૂકવવા પડશે. ઉપરાંત પોલીસે તે સ્કૂટરને જપ્ત પણ કરી લીધું છે. વિભાગ પાસેથી આ જવાબ મળ્યા બાદ અરૂણ કુમારે પૈસાની વ્યવસ્થા કરવા અને તેને કોર્ટમાં ચૂકવણી કરવા માટે થોડો સમય માંગ્યો છે.

Leave a Reply

Your email address will not be published.