/

અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ જવાનો પર પથ્થરમારો

લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે લોકો સતત ઘર્ષણ કરી રહ્યા છે. તો અમદાવાદમાં ઘર્ષણનો વધુ એક બનાવ બન્યો છે.. અમદાવાદમાં ફરજ પર તૈનાત પોલીસ જવાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.પોલીસની ટીમ અમદાવાદાના ગોમતીપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે લોકો દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું. હાલ રાજ્યની ટીમ સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સતત મોનિટરીંગ કરી રહી છે. ત્યારે સીસીટીવી સર્વેલન્સમાં ખ્યાલ આવ્યો હતો કે ગોમતીપુરમાં લોકોના ટોળા ભેગા થયા છે. ગોમતીપુર પોલીસને ઘટનાની જાણ થતા તે ટોળા વિખેરવા ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પોલીસ દ્વારા 4 લોકોની અટકાયત કરવામાં આવતા મામલો બિચક્યો હતો અને લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.પથ્થરમારાની ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલને ફેકચર થયું છે. જો કે ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા અને સમગ્ર વિસતારમાં કડક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.