///

અમરેલી : બાયો ડિઝલનું ગેરકાયદે વેચાણ કરનારને ત્યાં પોલીસના દરોડા

અમરેલી શહેરમાં આવેલા રાજુલા-હિંડોરણા હાઇવે પર મામલતદાર તેમજ પોલીસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. આ દરોડા બાયો ડિઝલનું ગેરકાયદે વેચાણ કરનારને ત્યાં પાડવામાં આવ્યાં છે. આ દરોડામાં રૂ. 4,12,350ની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

ગુરૂવારે રોજ ગાંધીધામના જાણીતા નીલકંઠ ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતાં. જેમાં અધિકારીઓને 10 કરોડનું ઝવેરાત તેમજ 4.5 કરોડની રોકડ રકમ મળી હતી. આ દરોડામાં સતત ત્રણ દિવસથી ચાલતી કાર્યવાહી દરમિયાન આવકવેરા વિભાગના અધિકારીઓને કરોડો રૂપિયાના બેહિસાબી વ્યવહારો તથા મોટા પાયે એસેટ્સ મળી આવી હતી. જેની હજુ તપાસ ચાલી રહી છે.

આ ઉપરાંત થોડા દિવસ પહેલા વડોદરા શહેરમાં આવેલા દાંડિયા બજારમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડાં પાડ્યાં હતાં. જેમાં વરલી મટકાના જુગારધામ પર દરોડાં પાડવામાં આવ્યાં હતાં. આ દરોડામાં 33 જેટલાં જુગારીઓની અટકાયત કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસની જાણ બહાર આ જુગારધામ ચાલતુ હતું.

ત્યારે આ પ્રકારે આજે અમરેલીના રાજુલા-હિંડોરણા હાઇવે પર મામલતદાર અને પોલીસની ટીમે બાયો ડિઝલનું ગેરકાયદે વેચાણ કરનારને ત્યાં દરોડા પાડ્યા છે. જેમાં રૂ. 4,12,350ની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.