બોર્ડની પરીક્ષાનું રીશીપ્ટ કૌભાંડ ઝડપી પડતી પોલીસ

જામનગરમાં ડુપ્લીકેટ રીશીપ્ટ બનાવી બોર્ડની પરીક્ષાઓ આપવાનું કૌભાંડ પકડાયું.  જુદી જુદી રીસીપ્ટ સાથે એક ટ્યૂશન કલાસના સંચાલકની એસઓજી દ્વારા ધરપકડ: ધોરણ ૧૦ ધોરણ ૧૨ અને એક કોલેજિયન વિદ્યાર્થી વતી ૮ પેપરો આપી દીધાની કબૂલાત: ત્રણેય વિદ્યાર્થીઓ પાસેથી જાતે પેપર આપવા માટે અડધા લાખ વસૂલી લીધાનું ખૂલ્યું છે ધોરણ  ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન બનાવટી રીસીપ્ટ તૈયાર કરી અને ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા માટેનું એક કૌભાંડ એસ.ઓ.જી શાખાની ટીમે પકડી પાડયું છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ટ્યુશન ક્લાસ ચલાવતા એક શખ્સને પકડી પાડયો છે. અને તેના કબજામાંથી જુદા-જુદા ત્રણ વિદ્યાર્થીઓની રીસીપ્ટ કબજે કરી લીધી છે.

જે વિદ્યાર્થીના બદલે પોતે પરીક્ષા આપવા જતો હતો, અને આઠ પેપર આપી દીધાનું ખુલ્યું. છે ધોરણ ૧૦- ૧૨ અને કોલેજના ત્રણ વિદ્યાર્થીઓ પાસેથી પેપર આપવા માટે રૂપિયા અડધા લાખની રોકડ રકમ વસૂલ કરી લીધી હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસઆ મામલાના ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. જામનગર શહેરમાં અને ખાસ કરીને શિક્ષણ જગતમાં ભારે ચકચાર જગાવનારા આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં પૂજા ટ્યુશન ક્લાસ ચલાવતા સુનિલ નાગજીભાઈ પરમાર નામના ૩૪ વર્ષના શખ્સ દ્વારા બનાવતી રીસીપ્ટ તૈયાર કરી જાતે જ ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતો હોવાનું અને વિદ્યાર્થી પાસેથી નાણાં ખંખેરતો હોવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હોવાની એસ.ઓ.જી શાખાને માહિતી મળતા આજે સવારે એસ.ઓ.જી.ની ટુકડીએ ગુલાબ નગરમાં પહોંચી જઈ સુનિલ નાગજી પરમાર નામના શખ્સની અટકાયત કરી લીધી હતી. પોલીસ દ્વારા તેની તપાસણી કરવામાં આવતા તેના કબજામાંથી જુદા-જુદા ત્રણ વિદ્યાર્થીઓની રીસીપ્ટ મળી આવી હતી જેમાં ધોરણ ૧૦ના એક વિદ્યાર્થી, ધોરણ ૧૨ના એક વિદ્યાર્થી તેમજ કોલેજના એક વિદ્યાર્થીની રીસીપ્ટ મળી આવી હતી. તે તમામ રીસીપ્ટમાં તેણે પોતાના ફોટા ચોંટાડી દીધા.

Leave a Reply

Your email address will not be published.