///

દેશ સેવા સાથે પોલીસે સમાજ સેવા કરી એક દિવસ નો પગાર આપી ભૂખ્યાને ભોજન પીરસ્યું

કોરોના વાયરસ ના ભય  પછી લોકો ને ખબર પડી કે પોલીસ પ્રજા નો દુશમન નથી પ્રજા નો સાચો સેવક અને સાચો મિત્ર પણ છે તેનું એક ઉદાહરણ જોવા જઈ એ તો હાલ દેશ માં કલમ 144 અને લોકડાઉન છે ત્યારે લોકો પોતાના ઘરમાં જ પુરાઈ ને બેઠા છે,પોલીસ કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ ની સાથે માનવતા નું ઉદાહારણ પણ પૂરું પાળે છે લોકો ના સ્વાસ્થ્ય ની પણ ચિંતા કરે છે પોલીસ પોતાના પરિવાર કરતા નગરજનો ની વધુ ચિંતા કરે છે કારણ કે તેમની ફરજ લોકો ની રક્ષા કરવા ની છે  રક્ષા કરતા પોલીસ સામે અનેક વખત સવાલો ઉભા થાય છે કેટલાક લોકો પોલીસ કર્મચારીઓ ને બદનામ કરવા વિડીયો  બનાવી સોસીયલ મીડિયા માં વાયરલ કરી પરેશાન કરે છે ત્યારે આજે પોલીસ સમાજ ના સાચા સેવક તરીકે પણ પોતાની ફરજ નથી ચુકતા કારણ કે હાલ ની કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થિતિ માં ઘણા લોકો ને બે સમય નું જમવા નું  પણ નથી મળતું ત્યારે અમદાવાદ ના વટવા પોલીસ સ્ટેશન  ના જવાનો એ પોતાના એક દિવસ નો પગાર સમાજ સેવા માં વાપરવા નું નક્કી કરી તે પૈસા માંથી ભૂખ્યા ને ભોજન આપી માનવ સેવા એજ પ્રભુ સેવા કરી ભવ નું ભાથું બાંધી રહ્યા છે અમદાવાદ ના વટવા પોલીસ ના અધિકારીઓ  અને કર્મચારીઓ એ એક દિવસ નો પગાર આપી જાતે જ લોકો ને લોકો ના વાસણ માં પીરસી અને ઘરમાં રહેવા ને કોરોના વાયરસ ને માત આપવા ની  સલાહ આપવા માં આવી રહી છે આ વિડીયો પર થી સ્પષ્ટ દેખાઈ છે કે લોકો  પણ પોલીસ ની જેમ શિસ્ત  મુજબ ઘરે થી વાશણ લઇ આવે છે અને સોસીયલ ડીસ્ટન્ટ જાળવી રાખી  ભોજન લઇ જાય છે આજે એક દિવસ ના પગાર ની રકમ એકઠી રકમથી પોલીસે જમણવાર કરી જાતે જ પીરસી માનવતાવાદી નું  અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું લોકો ભલે ગમે તે કહે પરંતુ રાષ્ટ્ર સેવા સાથે સમાજ સેવા માં પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે 

Leave a Reply

Your email address will not be published.