કોરોનાનો કહેર રાજ્યભરમાં વર્તાઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત લોકડાઉન પર રાજ્યસરકાર અને તમામ મીડિયા કામ સિવાય ઘરની બહાર ન નીકળવા સતત અપીલ કરી રહ્યું છે. ત્યારે સ્થાનિક વાહન વ્યવસ્થાને પણસદંતર બંધ કરાવી દેવામાં આવ્યું છે ત્યારે મોરબી શહેરમાં બી ડીવીઝન પોલીસની ટીમદ્વારા માનવતાની મહેકાવામાં આવી છે.
આજે મોરબીમાં રીક્ષા સહિતના વાહનોની અવર જ્વર બંધ કરી દેવામાં આવી છે ત્યારે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં રહેતા શ્રમ જીવીપરિવારના અકે મહિલા જેને કિડનીની બીમારી હોવાથી ડાયાલીસીસ નિયમિત રીતે કરાવવું પડેછે તેને આજે હોસ્પીટલે જવાનું હતું માટે તે સામાકાંઠે વિસ્તારમાં રીક્ષાની રાહ જોઇને બેઠા હતા ત્યારે રીક્ષા કે અન્ય કોઈ ત્યાંથી નીકળતું ન હોવાથી તડકામાં ઉભાહતા આ સમયે અન્ય કોઈ ખાનગી વાહન વાળાએ પણ તેની મદદ કરી ન હતી જો કે બી ડીવીઝનપોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ નિરાલીબેન શુક્લ પેટ્રોલીંગમાં નીકળ્યાહતા ત્યારે તેને મહિલા પાસેથી વિગત જાણીને તેમને ડાયાલીસીસ સેન્ટર સુધી પહોચાડીનેમાનવતા મહેકાવી હતી.