///

પશ્ચિમ બંગાળમાં પ્રદર્શન કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓ પર પાણીનો મારો અને ટીયર ગેસ ચલાવ્યા

પશ્ચિમ બંગાળના સિલીગુરીમાં ભાજપના કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યાં હતા, ત્યારે પોલીસ દ્વારા પ્રદર્શન કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓ પર પાણીનો મારો અને ટીયર ગેસ ચલાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી નજીક આવી રહી છે જેને પગલે રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે. ત્યારે ભાજપની ફરિયાદ રહી છે કે, મમતા સરકારમાં TMCના કાર્યકરો અને પોલીસ ભાજપ પર દમન ગુજારે છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે પશ્ચિમ બંગાળમાં આવેલા સિલીગુરીના તીનબત્તી વિસ્તારમાં પોલીસે મમતા સરકારની વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ભાજપના યુવા મોરચાના આંદોલનકારીઓ પર પાણીનો મારો અને ટીયર ગેસ ચલાવ્યા હતા. જેમાં તેઓ મમતા સરકારની કથિત અવ્યવસ્થા, બેરોજગારી અને અને ઉત્તર બંગાળની અવગણના જેવા વિષયો મુદ્દે પ્રદર્શન કરી રહ્યા હતા.

આ અંગે ભાજપના નેતા અને MP અને ભાજપ યુવા મોરચા BJYMના પ્રેસિડેન્ટ તેજસ્વી સૂર્યાએ આ પગલાંની ટીકા કરતા કહ્યું હતું કે, આ લોકશાહીની હત્યા છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપના સિનિયર કાર્યકર ઉલેન રોયની પોલીસ દ્વારા ફેંકાયેલા પથ્થરો અને દેશી બૉમ્બની ઇજાઓથી મોત થયુંછે.

Leave a Reply

Your email address will not be published.