/

કોરોનાને લઇ નીતિન પટેલ અને અશોક ગેહલોત વચ્ચે રાજકીય યુદ્ધ

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે એક પછી એક મોતના સમાચારો આવી રહ્યા છે તેવા સમયે ગુજરાત સરકારે પણ તમામ ભીડભાડ વાળી જગ્યા પર એકઠું નહીં થવાની અપીલ સાથે મલ્ટીપ્લેક્ષ સ્કૂલ કોલેજ અને શાળાઓ બંદ કરવાનો નિર્ણય કર્યો છે તેવા સમયે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો હાલ રાજ્યસભાની ચૂંટણીમાં ચાલતી ભાંગફોડના ડર થી રાજસ્થાનમાં આશ્રય લઇ રહ્યા છે તેવા સમયે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજસ્થાનના મુખ્યમંત્રીને એક પાત્ર પાઠવી ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું હતું કે ગુજરાતના 65 જેટલા ધારાસભ્યો આપના રાજ્યમાં છે

તેમનું મેડિકલ ચેકપ વ્યવસ્થિત કરી અને યોગ્ય સારવારની જરૂર જણાય તો યોગ્ય કરવાની પત્રમાં વાત કરી હતી. આ પત્ર ચિંતિત કરતા રાજનીતિક જ છે ત્યારે આનો જવાબ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતના નાયબ મુખ્મત્રીને આક્રોશમાં જવાબ આપતા એક ટવીટ કરી જણાવ્યું હતું કે કોંગ્રેસ ના ધારાસભ્યો સ્વ્ચ્છ છે અને તેમની રોગ પ્રતિકારક શક્તિ તેજ છે અને કોરોના સામે રાજસ્થાન સરકાર બહુ મજબૂતીથી લડી શકે છે રાજસ્થાનમાં રહેલા કોંગી ધારાસભ્યોની ચિંતા કરવા રાજસ્થાનના મુક્યમંત્રીએ નીતિન પટેલનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published.