////

મોરવા હડફ વિધાનસભા બેઠક માટે ચૂંટણીની તારીખ જાહેર

મોરવા હડફ વિધાનસભા બેઠકની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. ત્યારે મોરવા હડફ વિધાનસભા બેઠકની ચૂંટણી 17 એપ્રિલે યોજાશે. આ બેઠક પર અપક્ષ તરીકે ચૂંટાયેલા ભૂપેન્દ્ર ખાંટનું જાન્યુઆરી મહિનામાં લાંબી માંદગી બાદ અવસાન થયું છે. ત્યાર બાદ આ બેઠક ખાલી પડી રહી છે.

પંચમહાલ જિલ્લાની આદિવાસી અનામત બેઠક મનાતી મોરવા હડફ પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ભૂપેન્દ્ર ખાંટના ધારાસભ્ય પદને લઈને વિવાદ થયો હતો. જેમાં ભૂપેન્દ્ર ખાંટના જાતિ પ્રમાણ પત્રને લઈને હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ બેઠક પર પર ભાજપના ઉમેદવારે અપક્ષ ઉમેદવાર તરીકે ઉભેલા ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો.

ત્યારે ભૂપેન્દ્ર ખાંટ વિરુદ્ધ જાતિ પ્રમાણપત્રને લઇને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેના પગલે વિધાનસભામાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ સામે કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કર્યા હતા.

2 લોકસભા તેમજ 14 વિધાનસભાની બેઠક માટે મતદાન યોજાશે. જેમાં ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, નાગાલેન્ડ, ઓરિસ્સા, રાજસ્થાન, તેલંગાણા અને ઉત્તરાખંડમાં વિધાનસભાની બેઠક માટે ચૂંટણી યોજાશે.

Leave a Reply

Your email address will not be published.