///

અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું, આજે AQI 114 પર પહોંચ્યો

રાજ્યમાં કોરોનાનો કહેર હજુ યથાવત છે, જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પ્રદુષણનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે, ત્યારે હાલમાં અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ માપવા માટે એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેમાં ગઇકાલે અમદાવાદનો AQI 239 સુધી પહોંચી ગયો હતો.

દેશમાં લોકડાઉન દરમિયાન વાતાવરણ શુદ્ધ થઈ ગયું હતું. પરંતુ જેવું અનલોક થતા તેમજ જનજીવન સામાન્ય થતાં ફરીથી ધીમે ધીમે પ્રદૂષણમાં પણ વધારો નોંધાયો હતો. ત્યારે અમદાવાદમાં પણ પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં ગઇકાલે AQI 239 પર પહોંચી ગયો હતો, જોકે આજે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે અમદાવાદનું એર ક્વોલિટી ઇન્ડેક્સ 114 નોંધાયું છે. નોંધનીય છે કે, એર ક્વોલિટી 0થી 100 હોય તો સારુ કહેવાય છે જ્યારે 100થી 200 હોય તો મોડરેટ અને 200થી 300 હોય તો પરિસ્થિતિ ખરાબ કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે અમદાવાદના મહત્તમ વિસ્તારોમાં AQI 300ને પાર થઈ ગયું હતું, અમદાવાદમાં સૌથી વધુ રખિયાલમાં 155 અને રાયખડમાં 145 AQI નોંધાયું છે. જ્યારે અન્ય તમામ વિસ્તારોમાં AQI 125ની આસપાસ છે.

Leave a Reply

Your email address will not be published.