બહુચરાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંદ કરાયું પૂજા અર્ચના રાબેતા મુજબ રહેશે

કોરોના વાયરસ નો કહેર આગળ વધી રહ્યો છે કોરોનાના ગુજરાતમાં 7  જેટલા કેસો પોઝિટિવ સામે આવ્યા બાદ તંત્ર અને સામાજિક સંસ્થાઓ આગળ  વધી રહી છે વાયરસ વધુ ફેલાય નહીં અને ચેપના લાગે તેના ભાગરૂપે મંદિરો પણ વહીવટદારો દ્રારા બંદ રાખી ભક્તોના સ્વાસ્થ્ય અને સલામતીની ચિંતા મંદિરવહીવટદારો  દ્રારા કરવામાં આવી રહીછે રાજ્યના મોટાભાગના મંદિરો હાલ આજથી બંદ કરી દેવામાં આવ્યા છે

જેમાં બહુચરાજી મંદિર પણ બંદ રાખી દર્શનાર્થીઓ ગેટ પર બોર્ડ લગાવેલ છેકે અહીં આવનાર ભક્તો એ મંદિર બહાર રાખવામાં આવેલા સેનિટાઇઝરથી હાથ સાફ કરી માતાજીના દર્શન કરવા અને ગેટને ના અડવું જેથી અન્ય ભક્તોને પણ વાયરસ ની અસરના થાય તેવો નિર્ણય મંદિર વહીવટદારો  દ્રારા લેવામાં આવ્યો છે  હાલ ની પરિસ્થિતિ અને સરકાર ના નિયમ અને લોકોના આરોગ્યની ચિંતા માટે પ્રથમ વખતે થયો છે  ચૈત્રી મેળા નું આયોજન મોકૂફ રખાયું છે ચૈત્રી નવરાત્રી ની પૂજા વિધિ રાબેતા મુજબ થશે પણ દર્શનાર્થીઓ ઓ ને દર્શન કરવાનો લાભ નહીં મળે.31 માર્ચ સુધી જ હાલ પૂરતી તારીખ જાહેર કરાઇ છે  

Leave a Reply

Your email address will not be published.