////

રાજ કુદ્રા પર પૂનમ પાંડેએ લગાવ્યા હતા ગંભીર આરોપ, કહ્યું – મારા ફોટો-વિડીયોનો…

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પોર્ન ફિલ્મ બનાવવાનો અને કેટલીક એપ્સ પર અપલોડ કરવાનો આરોપ છે. ત્યારે તેને લઈને હજી સુધી રાજ કુંદ્રા અથવા શિલ્પા શેટ્ટી તરફથી આ આરોપો અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ધરપકડ થયા બાદથી રાજ કુંદ્રાને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તેના જૂના વિવાદિત કેસો પણ સામે આવી રહ્યા છે.

મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ ગત વર્ષે બોમ્બે હાઈકોર્ટમાં રાજ કુંદ્રા અને તેના સાથી સૌરભ કુશવાહા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પૂનમ પાંડેએ રાજ કુંદ્રા પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે, રાજ કુંદ્રા અને તેમની કંપનીએ તેના વીડિયો અને તસવીરોનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે.

પૂનમે કહ્યું કે, બંને વચ્ચે કોન્ટ્રાક્ટ પેમેન્ટમાં થયેલી ગેરરીતિને કારણે સમાપ્ત થયો હતો. બીજી તરફ રાજ કુદ્રા અને સૌરભ કુશવાહાએ આ આક્ષેપોનો જોરદાર ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં, આ તાજેતરના કેસના તાર પણ ક્યાંક પૂનમના કેસ સાથે સંબંધિત છે.

તાજેતરના કેસ અંગે મુંબઇ પોલીસે કહ્યું કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ ક્રાઇમ બ્રાંચમાં પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા માટે કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આ ફિલ્મો કેટલીક એપ્સ દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

આ કેસમાં રાજ કુદ્રાનું નામ સામે આવ્યું છે. કમિશનરે કહ્યું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રાજ કુદ્રા આ રેકેટનો મુખ્ય આરોપી છે. પોલીસને તેની સામે ઘણા નક્કર પુરાવા મળ્યા છે. ત્યારબાદ સોમવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, આ અગાઉ શર્લિન ચોપડા અને પુનમ પાંડેએ મહારાષ્ટ્ર સાયબર સેલને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, તેમને Adult Industry માં લાવનાર રાજ કુદ્રા છે. તેણે શર્લિન ચોપડાને દરેક પ્રોજેક્ટ માટે 30 લાખ રૂપિયાનું પેમેન્ટ પણ આપ્યું હતું. આવા 15-20 પ્રોજેક્ટમાં શર્લિન ચોપડાએ રાજ કુદ્રા માટે કર્યા હોવાનો દાવો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.