//

ગરીબ અને મધ્યમ લોકોને સરકાર માસ્ક મફતમાં આપે રાજુલા નગરસેવકની માંગ

સરકારનું આયોગ્ય વિભાગ જાગે અને જાગૃતિ લાવવા માટે મફત માં માસ્ક વિતરણ કરે તે ખુબ જરૂરી છે કારણ કે હાલ માં કોરોના વાયરસ ગુજરાત સહીત દેશના અલગ અલગ વિભાગોમાં આગળ વધી રહ્યો છે રોજ બરોજ શંકાસ્પદ કેસો સામે આવે છે ત્યારે આરોગ્ય વિભાગે ગામડે ગામડે અને શેરી મહોલા માં જઈ જનજાગૃતિના અભિયાન રૂપે માસ્ક વિતરણ કરવું જોઈએ આ બાબતે રાજુલા નગરપાલિકાના સદસ્ય ઘનસાયમ વાઘે સરકારમાં રજુઆત કરીને આરોગ્ય વિભાગને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે અને આ બાબતે રાજ્યના આરોગ્ય વિભાગ ગંભીરતાથી વિચારે તે ખુબ જરૂરી ગણાવેલ છે હાલ આપણો દેશ અને સમગ્ર વિશ્વ કોરોનાવાયરસ થી મોટાપ્રમાણમાં પ્રભાવિત છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિનામુલ્યે માસ્ક વિતરણનો નિણઁય પણ ખુબ જરુરી છે આજે બજારમાં માસ્કના ભાવ દસ વિસ ગણા કરી અને કાળા બજાર કરી અને લોકોની મજબુરીનો ફાયદો ઉપાડી રહયા છે.

તેની સામે અમો એ જવાબદાર નાગરિક તરીકે સરકારનું ધ્યાન દોરી એ છે અને પ્રજાના ટેક્સના રૂપિયા લઈ સરકાર આવી આપદા થી બચવા માટે ના ઉપાયમાં મફત માસ્ક આપે તેવી માંગ ઘનસ્યામ વાઘ કરી રહ્યા છે વધુ માં જણાવ્યું હતું કે સરકાર આવા સમયે દરેક સીવીલ હોસ્પીટલ અને આરોગ્ય કેન્દ્ર તથા સરકારી ઓફિસ ઉપર તત્કાલિન ઘોરણે માસ્ક વિતરણનુ કાયઁ કરવામાં આવે અને તમામ ન્યુઝ અને સમાચારના માધ્યમ થી લોકો સુઘી સંદેશ પહોંચાડવામાં આવે તેવી રાજુલા કોંગ્રેસના નગરપાલિકા સદસ્ય ઘનસ્યામ વાઘે કરી છે હાલ ગંદકી અને મચ્છરોનો પણ ઉદ્રવ છે અને પ્રદુષણ વધી રહ્યું છે તેની સામે સરકારે તાત્કાલિક અસરથી ગંભીરતા પૂર્વક ધ્યાન આપી માસ્કનું વિતરણ કરવાની તાતી જરૂર જણાવી છે.

Leave a Reply

Your email address will not be published.