/

ગરીબોને મળ્યું ધૂળ, જીવાતવાળું સડેલું ધાન

કોરોનાના કારણે સર્જાયેલી લોકડાઉનની પરિસ્થિતિમાં જૂરૂરિયાતમંદ પરિવારોને ઘઉં, ચોખા અને દાળ વિતરણ 1લી એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ વિતરણ થયા બાદ ઘઉં અને ચોખા સડેલા હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય છે કે સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાન મારફતે રાજ્યના 1.5 કરોડ જરૂરિયામંદ પરિવારજનોને PHH કાર્ડધારકોને એપ્રિલ માસમાં વિનામૂલ્યે અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ ખાવાલયક ન હોય તેવા અનાજનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. માહિતી અનુસાર ભીમજીપુરા વિસ્તારમાં જે પરિવારને ઘઉં વિતરણ કરવામાં આવ્યા હતા તે ટુકડા અને જુના ઘઉં હતા. તો હાથમાં લેતા વખતે તેમાંથી ધૂળ ઉડતી હતી. એટલુંજ નહીં ઘઉંમાં ધનેડા પડી ગયા હતા જેથી ઘઉં પોલી થઈ ગયા હતા. તો ઘઉંમાં જીણા જીણા પથ્થર પણ હતા. સસ્તા અનાજના એક વેપારી દ્વારા ઘઉંના ચાર કોથળા ખોલવામાં આવ્યા હતા પરંતુ તમામમાંથી એકસરખો સડેલો માલ નિકળ્યો હતો. આ જ પ્રમાણે અમદાવાદના શાહપુર વિસ્તારમાં વિતરણ કરાયેલા ઘઉં અને દાળ પણ સડેલા હતા. સરકાર દ્વારા ગરીબ પરિવારો માટે અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે પરંતુ તે ખાવાલાયક હોય તેવું જણાતું નથી.

Leave a Reply

Your email address will not be published.