પોરબંદરમાં ખાણ માફિયાઓએ ખાણ ખનીજ કચેરીને લાખો રૂપિયાનું માર્યું બુચ

પોરબંદર જિલ્લા માધવપુરથી મિયાણી સુધી બિલ્ડીંગ લાઇમ સ્ટોન ની ખાણો ધમધમતી હતી.પોરબંદર જિલ્લામાં બિલ્ડીંગ લાઇમ સ્ટોનની ખાણો આવેલી છે તેમાં કેટલીક ખાણો કાયદેસર અને ગેરકાયદેસર હોવાનો વિવાદ અવાર નવાર ચર્ચામાં રહેતો હોય છે કેટલાક ખાણ માલિકોએ ખનન કામગીરી કરીને સરકારને લાખો રૂપિયા ટેક્સ કે દંડની રકમ નહીં ભરતા ભૂસ્તર શાસ્ત્રી અને ખાણ ખનીજ વિભાગે આવા અનેક લોકોને નોટિસો ફટકારતા કેટલાક ખાણ માલિકો નોટિસ મળતા હરકતમાં આવી ગયા છે અને દંડની રકમ માટે કાયદાનો સહારો લેવા દોડધામ કરી રહ્યા છે ખાણ ખનીજ વિભાગે આજે કુલ નવ ઈસમોને નોટિસો ફટકારી છે અને દંડની રકમ ભરપાઈ કરવા જણાવ્યું  છે જેમાં

પોરબંદર જિલ્લામાં 9 ખનીજ ચોરીની નોટિસ

હિસાબી વર્ષ 2019/20 ના વર્ષમાં 31,16,64000/-ની ખનીજ ચોરી બહાર આવી કોસ્ટલ વિસ્તારોમાં ખનીજ માફિયાઓ બેફામ બનતા જિલ્લા વહીવટી તંત્રની કડક કાર્યવાહી.GMMCR રૂલ્સ 2017 મુજબ અપાઈ નોટિસ. દંડ ભરપાઈ ન કરતા કેશ દાખલ કરવામાં આવ્યા.

આટલા લોકોને મળી નોટિસ જેમાંથી અમુક લોકોએ રકમ પણ ચૂકવી દીધી હોવાની સામે આવ્યું છે કોના કેટલા રૂપિયા બાકી કોને કેટલા ભરપાઈ કર્યા તેની વિગતો સામે આવી છે

  1. વેજાભાઈ લીલાભાઈ મોડેદરા ગામ રાણા કંડોરણા દંડ 6 કરોડ 49 લાખ ભરપાઈ કરવાના બાકી

2) રાજુભાઇ સાજણ કેશવાલા માધવપુર દંડ 1 કરોડ 33 લાખ ભરપાઈ કરવાના બાકી

3) કરશનભાઈ વિરાભાઈ ડાકી માધવપુર દંડ 45 લાખ 20 હજાર ભરપાઈ કરવાના બાકી

4) સામતભાઈ ગાંગાભાઈ પરમાર બળેજ દંડ 1 લાખ 78 હજાર ભરપાઈ કરવાના બાકી

5) દિવ્યેશ રાઘવ બઢ રોધડા દંડ 11 લાખ 69 હજાર ભરપાઈ કરવાના બાકી

6) આસિફભાઈ રેડિયા ગામ નવીબંદર મેઈન રોડ દંડ 2 લાખ 17 હજાર ભરપાઈ કરી આપેલ છે

7) પરેશભાઈ ગામ નવીબંદર દંડ 1 લાખ 99 હજાર ભરપાઈ કરી આપેલ છે

8) મોહનભાઇ ગાંગાભાઈ ઓડેદરા ગામ ઈશ્વરીયા દંડ 1 લાખ 80 હજાર ભરપાઈ કરી આપેલ છે

9) ઉદયસિંહ એમ જેઠવા ગામ રાણાવાવ દંડ 22 કરોડ 72 લાખ ભરપાઈ કરવાના બાકી

Leave a Reply

Your email address will not be published.