/

પોરબંદરના હનુમાનગઢ ગામે ઝુંપડામાં લાગી આગ : ત્રણ બાળકો ના મોત :જાણો શું છે વિગત

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામે એક વાડીમાં મજૂરી કામ કરી રહેલા પરિવારના ત્રણ બાળકો ઝુંપડામાં હતાતે દરમિયાન આગ લાગવાથી પાંચ પૈકી ત્રણ બાળકોના મોત થાય નું બહાર આવ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ હનુમાનગઢ ગામે વાડીમાં મજૂરી કામે આવેલા પ્રરપ્રાંતી મજૂરોના પરિવારના ત્રણ બાળકો હોવા પરિવાર સાથે રહેતા હતા પરિવારજનો વાળીમાં મજૂરી કામ કરી રહ્યા હતાતે દરમિયાન ઝુંપડામાં અચાનક આગ લાગતા ઝુંપડામાં રહેલા પાંચ પૈકી ત્રણ બાળકોના મોત થયાના વાવડ મળી રહ્યાછે જોકે હજુ સુધીઆ ઘટનાની સત્તાવાર કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી

ઝૂંપડામાં લાગેલી આગ જોઈને આસપાસ ના સ્થાનિકોએ નજીકના વાવ કુવા અને અવેડો માંથી પાણી લઇને આગ બુજાવી હતી અને અન્ય બાળકો કે કોઈ વ્યક્તિ અંદરછે કે કેમ તેની સ્થાનિકો તપાસ કરી બચાવ કામગીરી માં જોતરાઈ ગયા છે.

બનાવની જાણ થતા રાણાવાવ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યો છે એકજ પરિવારના ત્રણ બાળકો આગ માં બુજાઈ જવાના સમાચારથી પરિવારજનો શોકમગ્ન બની ગયો છે

આગમાં ૩ બાળકો બળીને ખાખ થઇ જતાં પરિવારજનોએ કયાં કારણોસર આગી લાગી તે જાણવા મથી રહ્યા છે. જો કે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આગ કયાં કારણોસર લાગી તેની તપાસ ઝીણવટભરી તપાસ હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published.