/

પોરબંદરના મોટા ઉદ્યોગપતિને ત્યાં આઇટીની રેડ

પોરબંદરમાં ઇન્કમટેકક્ષ વિભાગના દરોડા પડ્યા છે ઉદ્યોગપતિને ત્યાં ઇન્કમટેક્ષના દરોડા પડતા ખળભળાટ મચી ગયો છે. માછલીઓનું ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતી પેઢી સિલ્વર સી ફૂડમાં જામનગર ઇન્કમટેકક્ષની ટીમે દરોડા કર્યા છે .

આજે વહેલી સવારે પડેલ દરોડામાં મોટી રકમની ગેરરીતિ સામે આવે તેવી શકયતાઓ છે. એક તરફ મત્સ્ય ઉદ્યોગનો માહોલ છે તો સમુદ્રમાંથી માછલી નું ઉત્પાદન નહિ મળતું હોવાથી  મત્સ્યોદ્યોગ મંદીની ઝપેટ માં આવી ગયો છે.

મંદીના માહોલ વચ્ચે આજે ઇન્કમટેક્ષ ના અધિકારીના ની ટુકડી પોરબંદર ફિશ એક્સપોર્ટ ને ત્યાં દરોડો કરતા ફિશરમેનો ચિંતા માં મુકાઈ ગયા છે. જોકે અચાનક રેડ પડતા પોરબંદર ખળભળાટ મચી ગયો છે.

1 Comment

Leave a Reply

Your email address will not be published.