/

કાયદાથી કંટાળી પોરબંદરના વ્રુદ્ધએ બેટરીથી ચાલતી સાયકલ બનાવી

પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તાર માં રહેતા અને દરજી કામ કરી પેટયું રડતા હરીલાલ પરમાર કાયદા ની આંટીઘૂંટી અને હેલ્મેટ ની જંજટ માંથી મુક્તિ મેળવવા બેટરી થી ચાલતી સાયકલ બનાવી સફર શરૂ કરી છે. થોડા સમય પહેલા ટ્રાફિક પોલીસે 78 વર્ષીય હરીલાલ પરમારનું મોટર સાયકલ ડિટેઇન કરી મસમોટો દંડ ફટકાર્યો હતો. જેનાથી નારાજ અને મોટો દંડ નહિ ભરી શકનાર સાત ચોપડી અભ્યાસ કરેલા  હરીલાલ ભાઈએ પોતાની આગવી સૂઝબૂઝથી સાઇકલમાં જ બેટરી લગાવી સેલ્ફ સ્ટાર્ટ થાય પેન્ડલ ના લગાવવા પડે તેવીરીતે સાઇકલ જાતે જ બનાવી નાખી.

સાઇકલ માં શુ છે નવું ? 

જૂની સાઇકલ.બેટરીની લાઈટ ઇન્ડિકેટર.હોર્ન.સેલ્ફ સ્ટાર્ટ.ડાઈનામું.હાથે બનાવાયેલી સીટ પાવર બ્રેક ટાઈપ બ્રેક  લગાવી બેટરી ને ડાઈનામાં થી બેટેઈ ઓટોમેટિક ચાર્જ થાય છે.

ફાયદા શુ ?

પેટ્રોલ કે પાવર નો ખર્ચ નહિ પ્રદુષણ નહીં પર્યાવરણ નું જતન  
અન્ય ફાયદાખર્ચો નહીં .સરકારી કાગળ કે વીમા ની અને હેલ્મેટ થી મુક્તિ જેવા અનેક ફાયદા.

દરજી કામ કરતા હરીલાલ ભાઈ ને ટ્રાફિક પોલીસ નો જેટલો દંડ ભરવા નો થતો હતો તેટલી જ કિંમત નું હીરાલાલ ભાઈ ની મોટર સાયકલ ની કિંમત હતી. સાઇકલ બનાવવામાં હરીલાલ ભાઈને લગભગ 10 થી 12 દિવસ નો સમય લાગ્યો હતો. હરિલાલ પરમાર ને ટ્રાફિક પોલીસ સ્ટેશન ના ચક્કર ને કારણે હવે બેટરી વાળી સાઇકલ થી ખર્ચ માં પણ બચત થશે અને શારીરિક તંદુરસ્તી નું પણ ધ્યાન રહશે. હરિલાલ ભાઈ ની જૂની સાઇકલ સાથે આજ ની યુવા પેઢી માટે પ્રેરણાદાઈ બની ગયા છે હરિલાલ સાઇકલ લઈને નીકળે ત્યારે લોકો હરિલાલ ની અદભુત સાઇકલ વિશે જાણકારી મેળવતા થયા છે 

Leave a Reply

Your email address will not be published.