//

પોરબંદરના સાંસદ સભ્ય રમેશ ધડુકે મેડિકલ સાધનો માટે 56 લાખની ગ્રાન્ટ ફાળવવા કરી રજૂઆત

કોરોના કહેરમાં લોકો ને મેડિકલ સહાય મળી રહે અને તાત્કાલિક સહાય મળી રહે તેવા હેતુથી પોરબન્દરના સાંસદ રમેશ ધડુકે જિલ્લા કલેક્ટર અને આરોગ્ય અધિકારીને રજુઆત કરી પોરબંદર સહીતના વિસ્તારો માટે અલગ અલગ હોસ્પિટલોમાં મેડિકલ સાધનોની તાત્કાલિક ફાળવણી કરવાની રજુઆત કરી છે

જેમાં પોરબંદરમાં આવેલી ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ માટે 4 વેન્ટિલેટર જૂનાગઢ જિલ્લામાં માસ્ક ,સેનિટાઇઝર જેવા આરોગ્ય લક્ષી સાધનો અને રાજકોટ જિલ્લા માટે વાયરસ રોકથામ જેવા માસ્ક સેનિટાઇઝર જેવી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની જરૂરત જણાતા રજુઆત કરી  છે નોંધનીય છે કે પોરબંદર લોક સભા બેઠક પોરબદંરથી ત્રણથી વધુ જિલ્લામાં લાગુ પડે છે અને જન વધુ હોવાથી જાગૃત ધારાસભ્ય  તરીકે તાત્કાલિક સેવાઓ ઉપલબ્ધ કરાવવા રજુઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published.