//

પોરબંદર પાલિકાએ R&Bને 41.77 લાખનું બિલ ફટકારયું : વાંચો શું કામ બિલ ફટકારયું

પોરબંદર નગરપાલિકાએ આજે વેરા વસુલાત માટેની ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે સરકારી કચેરીઓને પણ વેરા વસુલાતના નાણા ચુકવવા બિલો આપયાં છે. આમ તો નગરપાલિકાઓ દ્વારા વેરો નહીં ભરનાર આસામીઓના ઘર, દુકાનો કે મોલ પાસે જઇને ઢોલ-નગાડા વગાડીને વેરા વસુલ કરે છે. છતાં વેરોના ભરે તો તેઓની મિલકતો પણ સીઝ કરીને ફજેતાઓ કરે છે.

પોરબંદર નગરપાલિકાએ પોરબંદર માર્ગ અને વિભાગની કચેરીનું સાલ ૨૦૦૮ તેમજ ૨૦૦૯થી વેરા બિલ બાકી બોલાતું હતું. તે બિલ નહીં ભરતા પાલિકાએ આજે લેખિતમાં માર્ગ અને મકાન વિભાગના ઇજનેરને લેખિતમાં જાણ કરી છે કે, આપના હસ્તકનાં સરકારી ઇમારતોનાં લેણાની રકમ રૂપિયા ૪૧.૭૭ લાખ બાકી બોલે છે. તે તાત્કાલિક ભરવા અનુરોધ કર્યો છે. જો આટલુ જ  નગરપાલિકા સામાન્ય માણસ પાસે માંગતી હોય તો તેની આબરૂ લેવા ઢોલ-નગાડા લઇને પહોંચી જાય છે. જયારે સરકારના જ વિભાગ ધરાવતા R&B વિભાગની કચેરીની હસ્તકનાં બિલ્ડીંગોનું ૧૨ વર્ષ સુધી લેણુ નહીં ચુકવવા હોવા છતાં પાલિકા તંત્ર મોન હતુ પરંતુ આજે પાલિકાએ R&Bને મસમોટુ બિલ આપતાં R&Bના અધિકારીઓ પણ હેબતાઇ ગયા હતાં. હવે જોવાનું એ છે કે, આ વિભાગ પાલિકાનો વેરો ભરશે કે પાલિકા ઢોલ-નગાડા લઇને જશે અને મિલકતો સિઝ કરશે. 

Leave a Reply

Your email address will not be published.