/

પોરબંદરના ભૂદેવને 8 પરપ્રાંતી ચીટરોએ RBI માં નોકરી ની લાલચ આપી 1.49 કરોડ નો ચૂનો લગાડયો : જાણો વિગત

પોરબંદરમાં રહેતા બાહ્મણને મુંબઈ અને હૈદરાબાદમાં રહેતા 8 જેટલા ચીટરોએ ફરિયાદીના પ્લોટ માં મોબાઈલ ટાવર અને આર.બી.આઈ માં નોકરી આપવા ની લાલચ આપીને 1.49 કરોડનો ચૂનો ચોપીડી દીધો છે.

પોરબદંરના રામવીર પાર્કમાં રહેતા દર્શનભાઈ શાસ્ત્રીને હૈદરાબાદ અને મુંબઈમાં રહેતા લોકોએ લાલચ આપી હતીકે તમારા ખુલ્લા પ્લોટમાં એક મોબાઈલ ટાવર લગાવી આપીશું અને તમને આર.બી.આઈ માં નોકરી આપવા ની વાત કરી ફરિયાદી દર્શનભાઈ શાસ્ત્રી પાસે થી અલગ અલગ રીતે 1.49 કરોડ રૃપિયા લઈને છેતરપિંડી કરી હોવાની કમલાબાગ પોલોસ સ્ટેશન સોહરાખખાન ,આર.એલ.દાસ,પ્રેમચંદ નાગા,અવિનાશ કપૂર ,પ્રિયા ભાટિયા,અશોક દીક્ષિત રાકેશ રંજન ,અને સુરેન્દ્ર કુમાર નેગી સામે છેતરપિંડી સહીત ની અલગ અલગ કલમો નો ઉમેરો કરી કમલાબાગ પોલીસે ફરિયાદી દર્શન ભાઈ શાસ્ત્રી ની ફરિયાદ નોંધી આરોપીઓ ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

આરોપીઓ એ ખોટા ઇમેઇલ કરી આર.બી.આઈ ના ખોટા સિક્કા ક્યાંથી કેવીરીતે બનાવ્યા ક્યાં મેઈલ આઈડી પરથી મેઈલ કાર્ય હતા ફરિયાદી દર્શન ભાઈ એ ક્યાં ક્યાં બેન્ક ના ખાતા ના ચેક કે રોકડા આપ્યા હતા અને ક્યારે અને કોને ક્યાં ખાતા માંથી કેવીરીતે રૃપિયા ઉપાડ્યા તેની પોલીસે જીંવત ભરી તપાસ શરૃ કરી છે.

Leave a Reply

Your email address will not be published.