///

પોરબદંર પોલીસે D.J મનોરંજન સાથે દેશભક્તિ ગીતો અને લોકડાઉનનું પાલન કરવા કરી અપીલ

કોરોના વાયરસની મહામારીથી લોકો ભયમાં જ રહે છે દેશમાં લોકડાઉન હોવથી લોકોનું મનોરંજન છીનવાય ગયું છે લોકો ઘરમાં જ  રહી ને મુંજાઈ ગયા છે ત્યારે પોરબંદર પોલીસે લોકો ને ખુશ રાખવા ને ઘરમાં જ રહી ચેપી રોગ ના ફેલાય તેવા હેતુ થી દેશભક્તિ ના ગીતો ડી,જે પર વગાડી શેરી ગલ્લી ઓ માં લોકો ને ડોલાવી દીધા હતાઆજે લોકડાઉન નો 11 મોં દિવસ થી લોકો કોરોના ભય થી ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે વાયરસ ચેપ વધુ ફેલાય રહ્યો છે ઘર ની બહાર નીકળો તો પોલીસ કાયદેસર ની કાર્યવાહી કરી કાયદા નું પાલન કરાવે છે તેમ છતાં પોલીસે લોકો નું મનોરંજન પૂરું પાડવા એક અનોખો પ્રયાસ શરૂ કરી દેશભક્તિના ગીતો સાથે પોલીસની ગાડી માંજ ડી,જે વગાડતા નીકળ્યા અને દેશ બચાવવા અને ઘરમાં રહેવા લોકોને અપીલ કરી હતી આજે બપોરે પોરબદંર ની શેરી મહોલ્લા માં અચાનક ડી,જે નો અવાજ સાંભળતા લોકો ઘરની બાલ્કની માંથી જોઈ રહ્યા હતા  પરંતુ પોલીસ એક અનોખો સંદેશો આપી રહી હતી જેમાં દેશ ભક્તિ ના ગીતો હતા અને લોકોને લોકડાઉનનું ચુસ્ત પાલન કરવાની અપીલ કરવામાં આવતી હતી પોલીસની આટલી સુંદર સરાહનીય કામગીરી થી લોકો થોડી વાર માટે જુમી ઉઠ્યા હતા અને પોલીસની જુદી જુદી કામગીરી બાદ હવે મનોરંજન પીરસતી પોલીસ ને તાળી પાળી બિરદાવતા હતા 

Leave a Reply

Your email address will not be published.