દુનિયાના અનેક દેશો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે લાખોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે ભારતમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ભારતમાં આજ સુધીમાં 5099 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાય ચુક્યા છે. 150 લોકો કોરોના વાયરસ lના કારણે મૃત્ય પામેલ છે ગુજરાત પણ કોરોનાનો ભય વધી રહ્યો છે પોઝિટિવ કેસની સંખ્યા 179 સુધી પહોંચી ગયેલ છે 16 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. ભારત ભરમાં લોકડાઉન છે કલમ 144 લાગુ કરવામા આવી છે પોલીસ અને વહીવટી તંત્ર દ્રારા લોકોને સતત જાગૃત કરી રહી છે તેમ છતાં લોકો ઘરની ભાર નીકળી બિન્દાસ ફરી રહ્યા છે.
ત્યારે પોરબંદર ટ્રાફિક પોલીસે નવા અભિગમ સાથે રસ્તે ફરતા વાહન ચાલકોને ધાક ધમકી નહીં કે દંડા વાળી કરવાને બદલે પોતાના સ્વાસ્થ્યનું ખ્યાલ રાખવા અનોખી રીતે પહેલ કરી છે પોરબંદર ટ્રાફિક પોલીસ દ્રારા આજે સવારથી શહેર ના અલગ અલગ વિસ્તારો માં વાહન લઇને નીકળતા લોકોને ગુલાબ આપી ઘરમાં જ રહેવાની સલાહ આપી રહ્યા છે. પોલીસ પોરબંદર પોલીસ દ્રારા DJ દ્રારા દેશ ભક્તિના ગીતો શેરી મહોલ્લામાં જઈ આનંદ કરાવે છે પરંતુ આજે પોલીસે હવે ગુલાબગિરી કરી હતી અને લોકોને જાગૃત કરવા પ્રયત્ન કર્યો હતો.
કોરોના વાયરસથી બચવા અને સોસીયલ ડીસ્ટન્ટનું પાલન કરવા અપીલ કરી રહી છે. સામાન્ય રીતે પોલીસ દંડા મારીને સજા ફટકારવાની વાતો સામે આવતી હોઈ છે પરંતુ પોરબંદર ટ્રાફિક પોલીસની ગુલાબગીરીથી લોકો પણ વિચાર કરતા થયા હતા ને શરમાઈ જતા હતા.