//

દ્વારકામાં કમોસમી વરસાદ ખેડૂતોના પાકને ભારે નુકસાન

ગઇકાલે જ હવામાન વિભાગે આવતીકાલે ગુજરાતનાં અમુક પંથકોમાં વરસાદી ઝાંપટા પડવાની શકયતાઓ રહેલી છે તેવું જણાવ્યુ હતું. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ કમોસમી વરસાદ પડયો છે. જેના કારણે ખેડુતોના રોવાના દિવસો આવી ગયા છે. તેમજ વહેલી સવારે વરસાદ પડતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. વરસાદના કારણે યાત્રાધામ દ્વારકાના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળયા છે. કમોસમી વરસાદથી ખેડુતોના પાકને નુકશાન થયુ છે. ખેડુતોના જીરુ, ચણા, ધાણા સહિતના પાકોને નુકશાન પહોંચી શકે છે. ખેડુતોના ખરીફ પાકમાં પણ સતત સમયાંતરે કમોસમી વરસાદ પડયો હતો જેથી પાકને નુકશાન થયુ હતું.

Leave a Reply

Your email address will not be published.