/////

અમદાવાદમાં બંગાળના CM મમતા બેનર્જીના લાગ્યા પોસ્ટર

રાજ્માં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપનું શાસન છે. ત્યારે એક વર્ષથી ગુજરાતના રાજકારણના સમીકરણો બદલાયા છે. અત્યાર સુધી ગુજરાતમાં એક જ વિપક્ષ હતું. ત્યારે એક વર્ષમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વર્ચસ્વ જમાવ્યું છે. ત્યારે હવે વધુ એક રાજકીય પાર્ટી ગુજરાતમાં એન્ટ્રી કરી રહી છે. આમ આદમી પાર્ટી બાદ મમતા બેનરજીની પાર્ટીની 21 જુલાઈએ ગુજરાતમાં એન્ટ્રી થશે.

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં મમતા બેનર્જીની એન્ટ્રી થવાનું વિશાળ પોસ્ટર લાગ્યું છે. અમદાવાદના ગીતા મંદિર એસટી ડેપોની અંદર તૃણમૂલ કોંગ્રેસનું મોટું હોર્ડિંગ લગાવાયું છે.

જેમાં 21 જુલાઈ શહીદ દિવસ નિમિત્તે મમતા બેનર્જી વર્ચ્યુઅલ સંબોધન કરશે તેવું જણાવાયુ છે. પશ્ચિમ બંગાળમાં TMC ના કાર્યકરોના મોત થયા હતા, એમની યાદમાં શહીદ દિવસ મનાવાય છે. આ પોસ્ટર ઉપર ગુજરાત પ્રદેશ TMC નો ઉલ્લેખ કરાયો છે.

ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે, શું ગુજરાતમાં TMC ની વિચારધારા ધરાવતો વર્ગ છે? એક તરફ આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં પગપેસારો અને બીજી તરફ TMC ની પણ એન્ટ્રી. પશ્ચિમ બંગાળના વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ મમતા બેનરજી સતત મોદી સરકાર પર પ્રહાર કરતા રહ્યા છે.

આ વચ્ચે સીએમ મમતા બેનરજી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ ગુજરાતમા કમર કસતી નજર આવી રહી છે. પહેલા તો મમતા બેનરજી શહીદ દિવસની ઉજવણી માત્ર કોલકાતા સુધી સિમિત રાખતા હતા. પરંતુ હવે તેઓ દેશના અનેક રાજ્યોમાં વરર્ચ્યુઅલ મીટિંગ કરવા જઈ રહ્યાં છે. ગુજરાતમાં પણ ગુજરાતી ભાષામાં વરચ્યુઅલ મીટિંગના બેનર લગાવાયા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કોવિડ 19 મહામારીને કારણે સતત બીજા વર્ષે વચ્યુઅલી લોકોને સંબોધિત કરશે. મમતા બેનરજીના ભાષણને પશ્ચિમ બંગાળ ઉપરાંત પહેલીવાર તમિલનાડુ, દિલ્હી, પંજાબ, ત્રિપુરા, ગુજરાત, ઉત્તર પ્રદેશ જેવા બીજા રાજ્યોમાં પણ પ્રસારિત કરવામાં આવશે. આ પોસ્ટર પર લખ્યુ કે, મમતા બેનરજી 21 જુલાઈના રોજ બપોરે 2 વાગ્યે વરચ્યુઅલી સંબોધિત કરશે. મમતા દીદીના તસવીરવાળા બેનર ગુજરાતમાં લાગ્યા છે.

Leave a Reply

Your email address will not be published.