તાજેતરમાં ડાયરેક્ટર, એક્ટર તેમજ કોરિયોગ્રાફર પ્રભુ દેવા ખુબ ચર્ચાનો વિષય બન્યા છે. જેમાં પ્રભુદેવા ફરી એકવાર લગ્ન કરવાના છે. પ્રભુદેવાએ એક ગ્રુપ ડાન્સર તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું. સાથે જ આજે તેઓ દક્ષિણની ફિલ્મો જ નહી પરંતુ બોલિવૂડના ટોપના કલાકારોને પણ ડાન્સ શીખવાડે છે, તો કોરિયોગ્રાફરની સાથે સાથે એક ડાયરેક્ટર પણ છે. વર્ષ 2011માં પ્રભુ દેવા પોતાની પત્ની રામલતાથી અલગ થઇ ગયા હતા.
પ્રભુદેવાને લઈને હવે એવી ખબર આવી રહી છે કે, તેઓ ફરી એક વાર રિલેશનશીપમાં આવ્યા છે, તો મળતી માહિતી પ્રમાણે તેઓ પોતાની ભત્રીજીને ડેટ કરી રહ્યાં છે અને તેઓ જલ્દી લગ્ન પણ કરવાના છે. જોકે આ ખબરો પર પ્રભુદેવાએ ઓફિશીયલ કોઇ જ જાહેરાત કરી નથી, તેમજ તેમની ટીમમાંથી પણ કોઇ પ્રકારની પુષ્ટી કરવામાં આવી નથી.
નોંધનીય છે કે, પ્રભુદેવા વિવાદ બાદ પોતાની પત્નીથી અલગ થઇ ગયા હતા. તેમનું નામ ભારતીય અભિનેત્રી નયનતારા સાથે પણ જોડાયું હતું. જ્યારે તે નયનતારાને ડેટ કરી રહ્યાં હતા ત્યારે પ્રભુદેવા પરણીત હતા અને તેમના ત્રણ દિકરા પણ હતા. બાદમાં તેઓ નયનતારાથી પણ અલગ થઇ ગયા.