//

પ્રમુખ સ્વામીના અસ્થીનું ઘેલા નદીમાં થયું વિશર્જન

સ્વામિનારાયણ સંપ્રદાય BAPS પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું આજે ગઢડાની ઘેલા નદીમાં અસ્થિ વિશર્જન કરવામાં આવ્યું હતું પ્રમુખ સ્વામીના ઉત્તરાધિકારી મહન્ત સ્વામી એ આજે પ્રમુખ સ્વામીના અસ્થિના વિશર્જન પહેલા યાદ કરીને ઘેલા નદીમાં સ્નાન કરી અસ્થિનું વિશર્જન કર્યું હતું બોટાદ નજીક આવેલા ગઢડામાં આજે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિ વિશર્જન કરવામાં આવ્યું હતું જે અસ્થિ આજે પ્રમુખ સ્વામીના ઉત્તરાધિકારી મહન્ત સ્વામી છે તેમને હસ્તે ઘેલા નદીમાં વિશર્જન કરવામાં આવ્યું હતું

આ અસ્થિ વિશર્જન વખતે BAPS સંસ્થાના તમામ મુખ્ય સંતો મહન્તો અને ટ્રસ્ટી મંડળ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા હજારો હરિ ભક્તો સંતો અને ટ્રસ્ટીઓની હાજરીમાં ઘેલા નદીમાં પ્રમુખશ સ્વામીના અસ્થિ વિશર્જન વખતે મહન્ત સ્વામીએ પ્રમુખ સ્વામીના સંસ્મરણો ની યાદો તાઝા કરી હતી અત્રે ઉલ્ખનીય છે કે ભગવાન સ્વામિનારાયણે પણ ઘેલા નદીમાં સ્નાન કર્યું હતું આજે ઉલ્લેખનીય બાબત એ છે કે પહેલા દેશની તમામ મહત્વની નદીઓમાં પ્રમુખ સ્વામીના અસ્થિઓનું વિશર્જન કરવામાં આવ્યું હતું અને આજે ગઢડાની ઘેલા નદીમાં મહન્ત સ્વામીના હસ્તે પ્રમુખ સ્વામીના અસ્થિનું વિશર્જન કરવામાં આવ્યું હતું

ગત 13 ઓગસ્ટના રોજ BAPS ના સ્થાપક અને પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા હતા ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રમુખ સ્વામીને પુસ્પન્જલિ અર્પણ કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા 17 મી ઓગસ્ટ પ્રમુખ સ્વામીનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો હતો આજે તે પ્રમુખ સ્વામીના અસ્થિ વિશર્જન સમયે BAPS સ્વામિનારાયણ સંસ્થાના હરિ ભક્તો અને સંતોની આંખમાં ભરાય આવી હતી  

Leave a Reply

Your email address will not be published.