//

પ્રવીણ તોગડિયાએ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટને લઇ શું ઉઠાવ્યા સવાલો જાણો

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા આજરોજ રાજકોટ ની મુલાકાતે હતા આ સમયે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે રામ મંદિર તો બની રહ્યું છે પરંતુ રામરાજ્ય ક્યાં છે. અયોધ્યામાં રામ મંદિર નું નિર્માણ થાય તે માટે કરવામાં આવેલ આંદોલનમાં કરોડો લોકો જોડાયા હતા પરંતુ રામમંદિર માટે તૈયાર કરવામાં આવેલ ટ્રસ્ટમાં ગણ્યાગાંઠ્યા લોકો નો જ સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટમાં તમામ સમાજના અને અયોધ્યાના સાધુ-સંતોનો પણ સમાવેશ કરવો જોઈએ જે સરકારે કર્યો નથી.

તો સાથે જ છેલ્લા કેટલાય સમયથી શાહીનબાગ મુદ્દો ચર્ચામાં છે તે અંગે પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે ભાજપના ભાઈઓ થી આજકાલ હિન્દુઓ જાગતા નથી જેથી હિન્દુઓને જગાડવાનું કામ મુસલમાનો કરી રહ્યા છે. સાહીનબાગના લોકો હિન્દુઓને જગાવીને ભારતીય જનતા પાર્ટી નું માર્કેટીંગ કરી રહ્યા છે જો કે દિલ્હીની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે બધું શાંત પડી જશે.

Leave a Reply

Your email address will not be published.