/

રાજયમાં આગામી ૨૪ કલાકમાં કમોસમી વરસાદની આગાહી : હવામાન વિભાગ

રાજયમાં ગઇકાલથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેની આગાહી હવામાન વિભાગે આપી હતી. જોકે રાજયમાં આગામી ૨૪ કલાકમાં હજી કમોસમી વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો જોવા મળ્યો છે. જેને લઇને અમદાવાદ સહિત અનેક જગ્યાઓ પર વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. આજે પણ રાજયના જિલ્લાઓમાં કમોસમી વરસાદન આગાહી છે. જેમૉ સોરાષ્ટ્ર, દ્વારકા, કચ્છ, બનાસકંઠા, પોરબંદર સહિતના પંથકમાં વરસાદની આગાહી છે. જેને લઇને ખેડુતોમાં વ્યાપક ચિંતા વધી છે. એક બાજુ ખેડુતોને પાકવીમો મળતો નથી તો બીજુ બાજુ કમોસમી વરસાદના કારણે ખેડુતોના પાકને નુકશાન થવાની તેઓના રોવાનો દિવસો શરૂ થઇ છે. આજે ગુજરાતમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, દ્વારકા, કચ્છ બનાસકાંઠા સહિતના પંથકોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. તેમજ વાપીમાં વરસાદી ઝાપટા પડયા છે. જેને લઇને હવામાન વિભાગે છુટોછવાયો વરસાદ પડે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. ઉનાળાની સિઝનમાં જોવા મળતા કેરીના પાકને પણ કમોસમી વરસાદના કારણે નુકશાન થયુ છે. તેમજ ખેતરોમાં ઉભા પાક જીરુ, ઘઉં સહિતના પાકોને નુકશાન થયુ છે. 

Leave a Reply

Your email address will not be published.