////

રાજ્યમાં કોરોનાની રસી માટે તૈયારીઓ શરૂ, આજથી ડોર ટુ ડોર સર્વેનો પ્રારંભ

કોરોનાની રસીના વિતરણ અંગે ગુજરાત આરોગ્ય વિભાગે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં આજથી રાજ્યભરમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં 14 ડિસેમ્બર સુધી અલગ અલગ ટીમો ઘરે-ઘરે જઈને સરવેની કામગીરી કરશે. સરવે માટે ટીમોની રચના પણ કરી દેવામાં આવી છે. આ ટીમ દ્વારા ડોર ટુ ડોર સરવેમાં મતદાર યાદીના આધારે ડેટા તૈયાર કરાશે. આ ઉપરાંત જિલ્લા-તાલુકા મથકોએ વેક્સીન માટે સ્થળો નક્કી કરાયાં છે. જેમાં સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર વેક્સીન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાયા બાદ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરિય બેઠક મળી હતી. જેમાં વેક્સીનના વિતરણ મુદ્દે ચર્ચા કરી ડોર ટુ ડોર સર્વે કરવાનો નિર્ણય કરાયો હતો. વેક્સીનના વિતરણ માટે કો-વિમ નામનું આઇટી પ્લેટફોર્મ તૈયાર કરાયુ છે. આ પ્લેટફોર્મ પર સમગ્ર ડેટાબેઝ તૈયાર કરાશે. વેક્સીન લેનારનું નામ, વેક્સીન આપનારાનું નામ, ડોઝ આપ્યાની તારીખ, ડોઝનો સ્ટોક સહિત સમગ્ર માહિતી આ પ્લેટફોર્મ પર રહેશે. સર્વે કર્યા બાદ આઇટી પ્લેટફોર્મ મારફતે લોકોને મેસેજ કરી જાણ કરવામાં આવશે.

કોરોના વેક્સીનેશન માટે આજે ગુરૂવારથી રાજ્યમાં સર્વે શરૂ કરાયો છે. જે અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં ડોર ટૂ ડોર સર્વે કરાશે. ટૂંક સમયમાં સરવે પૂર્ણ કરી ડેટા એન્ટ્રી સાથે સરકારને યાદી સોંપાશે. 14 ડિસેમ્બર સુધી અલગ અલગ ટીમો ઘરે-ઘરે જઈને સરવે કરશે. ટીમો ડોર ટુ ડોર સર્વેમાં મતદાર યાદીના આધારે ડેટા તૈયાર કરશે. રસીના વિતરણ માટે કો-વિમ નામનું આઇટી પ્લેટફોર્મ તૈયાર કરાયુ છે. આ પ્લેટફોર્મ પર સમગ્ર ડેટાબેઝ તૈયાર કરાશે.

અમદાવાદ શહેરમાં કોરોના વેક્સીન માટે આજે ગુરૂવારથી ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો છે. AMC હેલ્થ વિભાગના 1000થી વધુ કર્મીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી છે. 13 ડિસેમ્બર સુધીમાં સર્વે પૂર્ણ કરી શહેરની ડેટા એન્ટ્રી સાથેની યાદી સરકારમાં મોકલાશે. આ સર્વેમાં 50 વર્ષથી વધુ અને 50 વર્ષથી નીચે એમ બે જુદી જુદી યાદી તૈયાર કરાઈ રહી છે. 50 વર્ષથી ઓછી ઉંમરમાં ક્રોનિક ડિસીઝ હોય તેવા વ્યક્તિઓની અલગ યાદી તૈયાર કરાશે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કરને વેક્સીન અપાશે. તો બીજા તબક્કામાં અન્ય લોકોને વેક્સીન આપવાનું એએમસીનું આયોજન છે.

વડોદરામાં કોરોના રસી માટે આજે ગુરૂવારથી ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો છે. જિલ્લામાં 1310 ટીમો દ્વારા સર્વેની કામગીરી કરાશે. ચૂંટણીની તૈયારીની જેમ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજકોટ મહાનગર પાલિકાની ટીમે પણ આજે ગુરૂવારથી ઘરે-ઘરે જઈને સર્વે કરશે. રાજકોટની એક હજાર જેટલી ટીમ આ સર્વેની કામગીરીમાં જોડાશે. વેક્સીન આવી જાય તો તેને તબક્કાવાર આપવાની તૈયારી ચાલી રહી છે. સ્વાસ્થકર્મીઓ બાદ બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન અપાશે.

Leave a Reply

Your email address will not be published.