///

ભારતમાં વેક્સિન આપવાની વધુ એક ટ્રાયલની તૈયારી

ભારતમાં કોરોના વેક્સીન પર કામગીરી જોરશોરથી ચાલી રહી છે. તેવામાં થોડા સમયમાં જ ઇંન્ટ્રાનૈસલ વેક્સીનનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ સમગ્ર વાતની જાણકારી સરકારે આપી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું કે રેગુલેટરી મંજુરી મળતાની સાથે જ સીરમ ઇન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેક નાક દ્વારા વેક્સીન આપવાની ટ્રાયલ શરૂ કરશે. હાલમાં ભારતમાં નેજલ વેક્સીન પર કોઇ ટ્રાયલ ચાલતી નથી.

નેજલ કોરોના વાઇરસ વેક્સિનને લઇને ભારત બાયોટેકે વોશિંગ્ટન યૂનિવર્સિટી અને સેંટ લુઇસ યુનિવર્સિટી સાથે કરાર કર્યો છે. આ વચ્ચે ડો. હર્ષવર્ઘને કહ્યું કે ભારત બાયોટેકે વોશિંગ્ટન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસિન સાથે એક કરાર કર્યો છે. જે હેઠળ કંપની sars-cov-2 માટે ઇન્ટ્રાનેજલ વેક્સીનનું ટ્રાયલ, ઉત્પાદન અને વ્યાપાર કરશે.

ડો.હર્ષવર્ધને કહ્યું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક થોડા સમયમાં જ ભારતમાં કોરોના વાયરસ વેક્સિનની ટ્રાયલ શરૂ કરશે, જેમાં 30,000થી 40,000 સ્વયંસેવકો સામેલ થશે. WHO અનુસાર, દેશની આ વેક્સિન ત્રીજા તબક્કામાં છે અને આ તમામ વેક્સિન ઇન્જેક્શન વાળી છે.

સરકારે થોડા સમય પહેલા કહ્યું હતું કે કોરોના વાયરસની વેક્સિન થોડા મહિનામાં ભારતમાં આવે તેવી સંભાવના છે અને લોકોને આગામી 6 મહિનામાં રસી આપવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. જ્યારે WHOનું કહેવુ છે કે યુવાનોએ કોરોના વાયરસની રસી માટે 2022 સુધી રાહ જોવી પડી શકે છે, કારણ કે પહેલા આરોગ્ય કર્મચારીઓ અને વધુ જોખમ ધરાવતા લોકોને આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.