/

માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા પોલીસ કર્મચારીઓ, સલામ છે આવા જવાનોને

જામનગર જિલ્લામાં એસપી, ડીવાયએસપી સહિતના પોલીસ કર્મીઓ પોતાની જાન જોખમમાં મૂકી ફરજ બજાવી રહયા છે. અને લોકોને ઘરમાં રહો, સુરક્ષિત રહોનું સંદેશ આપી રહ્યા છે.. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરાના નો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હાલના સમયમાં સૌથી કપરી કામગીરી કરનારા ડોક્ટર, પોલીસ, સફાઈકર્મી વગેરેની સેવાઓ ખરેખર પ્રશંશનીય છે કારણકે આ ચેપી રોગમાં કોઈ પણ સપડાય શકે છે તો તેની કોઈને ખબર નથી કે આ કોરોના ક્યારે કોના ઉપર કહેર બની તૂટી પડશે. ત્યારે ખાસ કરીને પોલીસ જવાનોની વાત કરવામાં ત્યારે જામનગર પોલીસના જવાનો સૌ માટે 24 કલાક સેવા બજાવે છે તેઓ પોતાના પરિવારની કર્યા વિના લોકો માટે પોતાની જાન જોખમમાં મુકતા હોઇ છે. ત્યારે ખાસ કરી જનતાએ સમજવાની જરૂર છે કે આ લોકડાઉનની પરિસ્થિતીમાં જરૂર વગર આપણે આપણા ઘરમાં જ રહેવું જોઈએ અને ઘરમાં રહી એક દેશના સૈનિક બની સેવા કરીયે. આજે જ્યારે પોલીસ લોકોના જીવની ચિંતા કરી રહી છે અને આવી કપરી પરિસ્થિતિમાં પણ ખડેપગે રાત દિવસ કે પરિવારની ચિંતા કર્યા વગર સાચા લોક સેવક બન્યા છે કોરોનાના સંક્રમણ સમયમાં ભગવાનના મંદિરો લોકડાઉન થયા છે ત્યારે પોલીસ સ્ટેશન ખુલ્લા રહ્યા છે અને એજ સુરક્ષા પોલીસ ભગવાને રૂપે કરી રહી છે એવીજ રીતે ડોકટરો અને સફાઈ કર્મીઓ પણ સેવા કરી રહ્યા છે જેવી રીતે મુશ્કેલીના સમયે કે બીમારીના સમયે લોકો ડૉક્ટર કે ભગવાન માને છે ડોક્ટરમાં જ ભગવાનને જોવે છે પરંતુ સમગ્ર વિશ્વમાં મહામારી ચાલી રહી છે દુનિયાના અનેક દેશોમાં માણસો ટપોટપ મોત ને ભેટી રહ્યા છે ત્યારે ભારતમાં પણ સરકારે 21 દિવસનું લોકડાઉન આપ્યું છે.

ત્યારે સમગ્ર ભારતના મંદિરો અને આશ્રમો બંદ કરી દેવામાં આવ્યા છે ત્યારે હાલની વિકટ પરિસ્થિતિમાં માણસ માણસને કામ આવે તેવી પણ સ્થિતિ પણ હાલ નથી ત્યારે સમગ્ર ગુજરાતની સાથે જામનગર પોલીસ ભગવાનની જેમ લોકોની રક્ષા કરી રહી છે લોકોના આરોગ્ય સાથે ભોજનની પણ અલગ અલગ જગ્યા પર માનવતાવાદી બનીને ગરીબ લોકોને પેટની ભૂખ બુઝાવી રહ્યા છે આમ તો લોકો પોલીસને જોઈ ભાગદોડ કરે છે આજે પણ ભાગદોડ કરે છે પરંતુ ગુન્હો કરીને નહિ માત્ર પોલીસ પાસે કાંઈક અપેક્ષા સાથે દોડે છે પોલીસ આજે મનુષ્યજીવ માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ રહી છે,પોલીસ ઘરે ઘરે જઈ લોકોના આરોગ્ય ની સુખારી માટે ઘરમાંથી બહારન નીકળવાની સલાહ આપે છે જેથી કરી લોકો પોતાના ઘરમા રહે અને આ અદ્રશ્ય કોરોનાના કહેર થી બચી શકે .

Leave a Reply

Your email address will not be published.