/////

પેટાચૂંટણી: ભાજપ પ્રમુખ સી આર પાટીલનો કચ્છ પ્રવાસ રદ

CR patil Election Speech 2022

રાજ્યમાં 8 વિધાનસભાની પેટાચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે બંને પક્ષો હાલમાં પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે. આ વચ્ચે ભાજપ પ્રમુખ સી આર પાટીલનો કચ્છ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.

પેટાચૂંટણીના પડઘમ પડી ગયા છે અને બંને પક્ષો હાલમાં પ્રચાર પ્રસાર કરવામાં લાગી ગયા છે. આ વચ્ચે ભાજપ પ્રમુખ સી આર પાટીલ દિલ્હીના 2 દિવસના પ્રવાસે છે જે વધુ લંબાતા ભાજપ પ્રમુખનો આજનો કચ્છના અબડાસા અને નખત્રાણાનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વિધાનસભાની 8 બેઠકમાંથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે પેટા ચૂંટણી અંગેની જાહેરાત કરી હતી. જેના પગલે આગામી 3 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાશે અને જેની મતગણતરી 10 નવેમ્બરના રોજ થશે.

Leave a Reply

Your email address will not be published.