/

જગત જમાદાર પણ ડર્યા કોરોનાથી

કોરોના વાયરસના કારણે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. કટોકટી જાહેર થતા જ અમેરિકામાં સાર્વજનિક અને ખાનગી સંસ્થાઓ બંધ કરવામાં આવી શકે છે. ઘણા કાર્યક્રમ અને મોટી સભાઓ રદ અથવા મોકૂફ કરવામાં આવી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમર્જન્સી જાહેરાત કરતા આ સંકટનો સામનો કરવા 50 બિલિયન ડોલરના ફંડની જાહેરાત કરી છે. અમેરિકામાં જ્યારે કોરોનાના કારણે 41થી પણ વધુ લોકોના મોત નીપજ્યા છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો છે. 24 કલાકથી પણ ઓછા સમયમાં આવેલા રિપોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ નેગેટિવ સાબિત થયા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસના ખતરાને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. આ સાથે જ ટ્રમ્પના વહીવટીતંત્રે આ ખતરનાક ચેપનો સામનો કરવા અભૂતપૂર્વ આર્થિક અને વૈજ્ઞાનિક પગલાઓનો આશરો લીધો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે આગામી કેટલાક મહિનામાં ચૂંટણી લડવા જઈ રહ્યા છે, તેઓ કોરોના વિશે કોઈ પણ પ્રકારની બેદરકારી લેવાનું ઇચ્છતા નથી. કોરોનાનો કહેર વિશ્વના 152 દેશોમાં પહોંચી ગયો છે. અત્યાર સુધી વિશ્વભરમાં 1.55 લાખથી વધુ લોકોમાં ચેપની પુષ્ટિ થઈ છે, જ્યારે 5,819 લોકોનાં મોત નીપજ્યાં છે. વાયરસના ભયને કારણે અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. તે જ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કોરોના તપાસ પણ કરવામાં આવી હતી. તેનો રિપોર્ટ નકારાત્મક આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.