////

અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ જો બાઈડેન અને તેમના પત્ની કોરોના વેક્સિનનો લેશે પ્રથમ ડોઝ

વિશ્વ સહિત દેશમાં કોરોનાનો હાહાકાર યથાવત છે, ત્યારે કોરોના મહામારીના સંકટથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા માટે વધુ એક રાહતના સમાચાર સામે આવ્યાં છે. જેમાં અમેરિકામાં ફાઈઝરની કોરોના વેક્સિન બાદ હવે મોર્ડર્નાની વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. ત્યારે હવે અમેરિકા પાસે કોરોના વેક્સિનના બે વિકલ્પ છે.

કોરોના મહામારી વચ્ચે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમની પત્ની જીલ બાઈડેન પણ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ સોમવારે લેશે. આ માહિતી તેમના પ્રેસ સચિવે આપી છે. સાથે જ કમલા હૈરિસ અને તેમના પતિ પણ આગામી સપ્તાહે કોરોના વેક્સિનના ડોઝ લેવાના છે.

અમેરિકામાં વધતા કોરોનાના કહેરને પગલે બીજી વેક્સિન મળવી ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. અહીં કોરોનાના કારણે પ્રતિદિન 3000 મોતના આંકડા સામે આવી રહ્યાં છે. મોર્ડર્ના કંપની અને નેશનલ હેલ્થ ઈન્સ્ટીટ્યૂટની દેખરેખ હેઠળ વિક્સિત આ વેક્સિનનો ઉપયોગ સોમવારથી શરૂ થશે.

મહત્વનું છે કે, મોર્ડર્નાની આ પ્રથમ વેક્સિન છે, જેને મંજૂરી આપવામાં આવી છે. મોર્ડર્નાની કોરોના વેક્સિનનો ઉપયોગ 18 વર્ષથી વધુ વયના લોકો માટે જ છે. જ્યારે ફાઈઝરની વેક્સિનનો ઉપયોગ 16 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ પર કરવામાં આવી શકે છે. મોર્ડર્નાની વેક્સિનને મંજૂરી મળવાને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુભેચ્છા પાઠવી છે.

Leave a Reply

Your email address will not be published.