///

રાષ્ટ્રપતિ કોવિંદ ગુજરાતની મુલાકાતે, દીવ મહોત્સવમાં આપશે હાજરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે તેઓ રાજકોટ એરપોર્ટ પરથી દીવ મહોત્સવમાં જવા ખાસ હેલિકોપ્ટરથી રવાના થશે. સાથે જ આ એરપોર્ટ પર રેડ કાર્પેટ પર તેમનું સ્વાગત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ કોવિંદ દીવમાં જુદા-જુદા કામોનું ખાતમુહૂર્ત કરશે.

આજથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું 12:10 કલાકે રાજકોટ એરપોર્ટ પર આગમન થશે. જોકે રાષ્ટ્રપતિ કોવિંદ રાજકોટ એરપોર્ટ ટૂંકું રોકાણ કરશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ કોવિંદનું એરપોર્ટ પર રેડ કાર્પેટ પર સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ રાજકોટથી રાષ્ટ્રપતિ દીવ જવા રવાના થશે. દીવમાં બપોરે 1.55 કલાકે જલંધર બીચ પર સર્કિટ હાઉસનું ઉદ્દઘાટન કરશે. તો આવતીકાલે 26મીએ તેઓ દીવમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.

રાષ્ટ્રપતિ કોવિંદનું આવતીકાલના કાર્યક્રમ
*દીવમાં સવારે 10.30 વાગ્યે ગંગેશ્વર મંદિરમાં પૂજા કરશે
*11:30થી 12:30 વચ્ચે દીવમાં જુદા-જુદા કામોનું કરશે ખાતમુહૂર્ત
*દીવમાં 6:20 કલાકે ફૂડકોર્ટ સ્ટોલનું કરશે ઉદ્ધાટન

27મીના કાર્યક્રમ
*દીવમાં સાંજે 4થી 5 દરમિયાન ઘોઘલા બીચની મુલાકાત લેશે
*6:55થી 7:40 દરમિયાન દીવના કિલ્લાની મુલાકાત લેશે
*કિલ્લામાં લાઈટ એન્ડ રાઉન્ડ શોનું આયોજન

28મીના કાર્યક્રમ
*સવારે 10:30 કલાકે દીવથી રાજકોટ આવવા રવાના થશે
*11:35 રાજકોટ એરપોર્ટ પર સ્વાગત અભિવાદન
*11:45 કલાકે રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના-
*બપોરે 1:30 કલાકે દિલ્હી પહોંચશે

Leave a Reply

Your email address will not be published.