///

Farmer Protest: રાષ્ટ્રપતિ કોવિંદને મળશે વિપક્ષી પાર્ટીઓનું ડેલિગેશન

દિલ્હીમાં કૃષિ કાયદા વિરૂદ્ધ આજે સતત 14માં દિવસે ખેડૂતોનું આંદાલન ચાલુ જ છે. ત્યારે કૃષિ કાયદા વિરુદ્ધ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે વિપક્ષી પાર્ટીઓના 5 નેતાઓનું ડેલિગેશન આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. જેમાં NCP સુપ્રીમ શરદ પવાર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, CPI-M સીતારામ યેચૂરી, CPIના ડી રાજા અને DMKના ટીકેએસ એલનગોવન સામેલ થશે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, આ ડેલિગેશન સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા જશે. આ અગાઉ શરદ પવારના ઘર પર તેમની મિટિંગ પણ થશે. જેમાં કૃષિ કાયદા પર ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે.

આ અંગે NCP ચીફ શરદ પવારે કહ્યું કે, વિવિધ રાજનીતિક પાર્ટીઓના નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત માટે જતાં પહેલા કૃષિ કાયદા પર ચર્ચા કરશે અને પોતાનો પક્ષ રાખશે. વિપક્ષી પાર્ટીઓના નેતાઓ બુધવારે રાષ્ટ્રપતિ કોવિંદને મળશે અને ત્રણેય કૃષિ કાયદા વિશે તેમને પોતાની ચિંતાઓથી વાકેફ કરાવે તેવી સંભાવના છે.

વધુમાં પવારે કહ્યું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત પહેલા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલી વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓ દ્વારા બેઠક કરીને આ અંગે ચર્ચા કરવામાં આવશે.

મહત્વનું છે કે, ભાજપે સોમવારે કહ્યું હતું કે, કેન્દ્રની UPA સરકારના શાસનકાળમાં તત્કાલીન કૃષિ પ્રધાન શરદ પવારે રાજ્યોને APMC એક્ટમાં સંશોધન કરવા માટે કહ્યું હતું. સાથે જ તેમણે ચેતવણી પણ આપી હતી કે, જો સુધારો નહીં કરવામાં આવે, તો કેન્દ્ર તરફથી તેમને આર્થિક મદદ નહીં આપવામાં આવે.

Leave a Reply

Your email address will not be published.