///

રાષ્ટ્રપતિ કોવિંદ આજથી ૨ દિવસની સંધપ્રદેશની મુલાકાતે :

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બે દિવસના ગુજરાતનાં સંધપ્રદેશના પ્રવાસે આવી ગયા છે. રાષ્ટ્રપતિની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ પોલીસના સ્ટાફ સાથે સુરક્ષા પ્રદાન કરી રહી છે. દમણ અને દીવમાં રાષ્ટ્રપતિ આવ્યા હોવાથી પોલીસ ચુસ્ત ચાંપતા સાથે બંદોબસ્ત કરી સમગ્ર કેન્દ્વશાશિત પ્રદેશમાં પેટ્રોલીંગ કરી રહી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કાવિંદ દમણ-દીવની મુલાકાત લેવાનાં છે ત્યારબાદ રાત્રિ રોકાણ માટે ત્યાથીં સેલવાસ જવાં રવાના થશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દમણ કોસ્ટ ગાર્ડ એરપોર્ટ પર આગમન કરશે. ત્યાંથી સીધા દમણ સ્વામી વિવેકાનંદ ક્રિકેટ સ્ટેડિયમ પર ૧૧ વાગ્યે પહોંચશે. જયાં જનસભાને સંબંધોની દમણ અને દાદરાનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટીંગ યોજશે. સાંજે ૫ વાગ્યે દમણ જેટી પર જંપોર સી ફેસ રોડનું ઉદ્વાટન કરી ૬ વાગ્યે દમણથી દાદરાનગર હવેલી જશે.

ત્યારબાદ રાત્રી રોકાણ કરવા ત્યાથીં સેલવાસ જવા રવાના થશે. સાંજે ૭ વાગ્યે ગંગા રિવરફન્ટ પર સાંસ્કૃતિક કાર્યકમનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યાં હાજરી આપીને સેલવાસમાં રાત્રી રોકાણ કરશે. ઉચ્ચ અધિકારીથી માંડીને અર્ધલશ્કરી દળો રાષ્ટ્રપતિની સુરક્ષા અંગે તૈનાત કરાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.