//

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે, જાણો ક્યારે આવશે

વડાપ્રધાન મોદી બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પ્રવાસે આવ્યા હતાં. ત્યારબાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25થી 27 નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનીટી પાસે યોજાનારા એક કાર્યક્રમમાં હાજરી આપવા ગુજરાતની મુલાકાતે આવશે. જેમાં રાજ્યોના વિધાનસભા અધ્યક્ષનો સેમિનાર યોજાશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિ 25થી 27 નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનીટી પાસેના કાર્યક્રમને લઇને રાજ્યની મુલાકાતે આવી રહ્યાં છે. આ કાર્યક્રમને લઇને રાજ્યમાં 24 નવેમ્બરથી મહેમાનોનું આગમન થશે.

રાષ્ટ્રપતિ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષનો સેમિનાર યોજશે. આ કાર્યક્રમમાં લોકસભા અધ્યક્ષ પણ હાજર રહેશે. આગામી 25 અને 26 નવેમ્બરના રોજ ટેન્ટ સિટી-2 ખાતે સેમિનાર યોજાશે. આ તકે રાષ્ટ્રપતિ માટે ખાસ દરબારી ટેન્ટનું આયોજન કરાયું છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ સુધીના સી-પ્લેનનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં વડાપ્રધાન મોદી કેવડિયાથી બેસી અમદાવાદ સુધી સી-પ્લેનમાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published.