////

અમેરિકામાં આવતીકાલે બુધવારે પ્રમુખ પદની ચૂંટણી

અમેરિકામાં સૌથી વધુ કોરોના વાઇરસના કહેર વચ્ચે આવતીકાલે બુધવારે પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાશે. જેમાં ડેમોક્રિટિક પાર્ટીના જો બિડેન અને રિપબ્લિકના પાર્ટીના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આગામી અમેરિકી પ્રમુખ માટે ચૂંટણી યોજાશે.

ડેમોક્રેટિક્સ પક્ષે કોરોના વાઇરસ પર કાબુ મેળવવાને લઇને ટ્રમ્પની નિષ્ફળતાને મુદ્દો બનાવ્યો છે. તો પ્રમુખ ટ્રમ્પ ચાઇનીઝ વાઇરસના બહાને હરિફ પર વાર કરી રહ્યા છે. 2016ની જેમ જ આ વખતે પણ ટ્રમ્પ સર્વેમાં પોતાના હરિફથી પાછળ ચાલી રહ્યાં છે.

ટ્રમ્પ બાજી પલટવાનો દાવો કરી રહ્યા છે. તો બીજી બાજુ બિડેન ટ્રમ્પે અવગણના કરેલા મુદ્દાઓને જોરશોરથી ઉઠાવી રહ્યા છે. તેના સહારે બિડેને ટ્રમ્પની વોટબેન્કમાં ગાબડુ પાડ્યું હોવાનું મનાય છે.

સવારે 6થી રાત્રે 9 સુધી થશે મતદાન

અમેરીકી પ્રમુખપદની ચૂંટણી માટે ભારતીય સમય મુજબ બુધવારે સાંજે 4.30 કલાકે મતદાન યોજાશે. જણાવી દઇએ કે નવી દિલ્હી અને વોશિંગ્ટનના સમય વચ્ચે આશરે 10.30 કલાકનો ફરક છે. એટલે કે અમેરિકાનો સમય ભારત કરતા પાછળ છે. તેથી અમેરિકામાં આ વખતે સવારે 6થી રાતના 9 કલાક સુધી મતદાન થશે. ઘણા રાજ્યોમાં સવારે 6 કલાકથી મતદાન શરુ થઇ જશે.

અમેરિકામાં કુલ 24 કરોડ મતદાર

અમેરિકામાં આશરે 24 કરોડ મતદાર છે. ગત 28 ઓક્ટોબર સુધી 7.5 કરોડથી વધુ મતદારોએ વોટિંગ કરી દીધું છે. 2016ના અર્લી વોટિંગ કરતા 5 કરોડથી વધુ લોકોએ પોતોના મતદાનનો ઉપયોગ કર્યો છે.

ભારતીય મૂળના મતદારો આકર્ષણનું કેન્દ્ર

અમેરિકી ચૂંટણીમાં પહેલી વખત ભારતીય મૂળનો મતદારો મોટી તાકાત બનીને ઊભર્યા છે. 16 રાજ્યોમાં ભારતીયોની સંખ્યા કુલ એમેરિકી મતદારોના 1 ટકાથી વધુ છે.

ખાસ વાત તો એ છે કે 13 લાખ ભારતીયો 8 રાજ્યોમાં વસે છે. તેથી કોઇ પણ પાર્ટી માટે એક-એક વોટ મહત્વનુ બની જાય છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન “અબ કી બાર ટ્રમ્પ સરકાર” ના સુત્રોચાર કર્યા હતાં.

યહૂદી વોટર્સ પર સૌની નજર US Election

અમેરિકી ચૂંટણીમાં આ વખતે યહૂદી વોટર્સ પર સૌ કોઇની નજર છે. યહૂદીઓને ડેમોક્રેટિકના પરંપરાગત વોટર માનવામાં આવે છે. અમેરિકાના મોટા બિઝનેસ પર તેમનો કબ્જો છે. આ અમેરિકાની સૌથી મજબૂત અને ધનિક લોબી છે.

2016ની ચૂંટણીમાં આશરે 71 ટકા યહૂદીઓએ ટ્રમ્પની વિરુદ્ધ મતદાન કર્યું હતું, પરંતુ ટ્રમ્પે તેમના સંપૂર્ણ કાર્યકાળમાં યહૂદી દેશ ઇઝરાયેલની તરફેણમાં જે રીતે પોતાની નીતિઓ બનાવી હતી, તેનાથી આ વખતની ચૂંટણીમાં મોટું પરિવર્તન આવી શકે છે.

અમેરિકી ચૂંટણી કઇ રીતે થાય છે?

અમેરિકી ચૂંટણી પ્રક્રિયા ભારત કરતા અલગ છે. અહીં પ્રમુખપદની ચૂંટણી અપ્રત્યેક્ષ રીતે થાય છે. અમેરિકી નાગરિકો પ્રમુખને ચૂંટનારા લોકોને ચૂંટે છે.

અમેરિકામાં કુલ 50 રાજ્યો છે. જેમાંથી કુલ 538 મતદારો ચૂંટાય છે. તેને ઇલેક્ટોરલ કોલેજ કહેવાય છે. જેમાં એક સેનેટ બીજું હાઉસ એફ રિપ્રેઝેન્ટેટિવ એમ બે હાઉસ છે.

હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટિવ પ્રમુખની ચૂંટણીમાં જાય છે. આ પહેલી વખત છે કે 33 ટકા સેનેટ પણ પ્રમુખની ચૂંટણીમાં જશે. દરેક રાજ્યમાં મતદારોની સંખ્યા અલગ-અલગ છે. જે રાજ્યની વસતી જેટલી વધુ ત્યાં એટલા વધુ મતદાર હોય છે. પ્રમુખ બનવા માટે કોઇ પણ ઉમેદવારને 270 વોટની જરુર હોય છે.

2016ની ચૂંટણીનું પરિણામ ઓછા વોટ છતાં ટ્રમ્પની ફેવર

ગત 2016ની પ્રમુખપદની ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પને 538માંથી 306 ઇલેક્ટોરલ વોટ મળ્યા હતા. જ્યારે હિલેરી ક્લિન્ટનને 323 વોટ મળ્યા હતા. કુલ વોટ્સ જોઇએ તો હિલેરીને 48.2 ટકા જ્યારે તેમનાથી ઓછા 46.1 ટકો વોટ ટ્રમ્પને મળ્યા હતા. પરંતુ સ્વિંગ સ્ટેટ્સમાં વધુ વોટ મળવાથી ટ્રમ્પ અમેરિકી પ્રમુખ બની ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.