//

પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાની પત્રકાર પરિષદ, જાણો જાહેરનામાંના કેટલા ગુના નોંધાયા

અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત કેસોની સંખ્યા સૌથી વધુ છે ત્યારે કેટલાક લોકો દ્વારા લોકડાઉનને હળવાશમાં લઈ તેનું ભંગ પણ કરવામાં આવી રહ્યું છે.. લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસ કર્મચારીઓ તમામ પ્રયત્નો કરી રહ્યા છે દરમિયાન શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેઓ જણાવ્યું કે, જાહેરનામાંનું ભંગ કરનાર 1580 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં 4767ની ધરપકડ કરાઈ છે. વધુમાં તેઓએ જણાવ્યું કે 144 અને 188ના ભંગ બદલ 1469 ગુના નોંધવામાં આવ્યા છે જેમાંથી 4625 લોકોની ધરપકડ કરાઈ છે.. તો મંગળવારે 168 ગુના નોંધી 464 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.. સાથેજ એપેડેમીક ડીસીઝના એક્ટ મુજબ 76 ગુના નોંધાયા છે જેમાંથી કુલ 126 લોકોની ધરપકડ કરાઈ છે. લોકડાઉનની પરિસ્થિતિમાં હંગામો કરનાર લોકો સામે પણ ગુનો નોંધી 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે.. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ત્રણ ગુના નોંધી 4 લોકોની ધરપકડ કરાઈ છે.. તો પોલીસ ડ્રોન દ્વ્રારા લોકો પર નજર રાખી રહી છે જેમાં ડ્રોનની મદદથી 18 ગુના નોંધી 60થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.. તો મંગળવારે જાહેરનામાંનું ભંગ કરી વાહનો લઈ બહાર નિકળેલા 639 વાહનો ડિટેઈન કરી 7.36 લાખ દંડ વસુલવામાં આવ્યો છે

Leave a Reply

Your email address will not be published.