//

વડાપ્રધાન બોરિસ જોહન્સને પોતાને કર્યા આઇસોલેટ

વિશ્વમાં કોરોનાની સ્થિતિ હાલ બેકાબુ બની છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોહન્સને પોતાને આઈસોલેટ કર્યા છે. રવિવારે તેઓ એક પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતાં.

ડાઉનિંગ સ્ટ્રીટના એક સ્પોક્સપર્સનના જણાવ્યાં મુજબ, વડાપ્રધાન ઘરેથી કામ ચાલુ રાખશે. આ પહેલાં જોહન્સન સંક્રમિત થવા પર 3 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતાં.

અમેરિકામાં ગત સપ્તાહે 10 લાખ નવા કેસ સામે આવ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 1 કરોડ 10 લાખને પાર પહોંચી છે.

વિશ્વમાં કોરોના વાઇરસના 5 કરોડ 48 લાખ 17 હજાર 231 લોકો સંક્રમિત છે. જેમાંથી 13 લાખ 24 હજાર 461 લોકોનાં મોત નિપજ્યા છે. તેમાંથી 3 કરોડ 81 લાખ 38 હજાર 525 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published.