///

‘મન કી બાત’ : ખેડૂતોના વિરોધ વચ્ચે વડાપ્રધાન મોદીએ કૃષિ કાયદાનો કર્યો ઉલ્લેખ

વડાપ્રધાન મોદી એ આજે સોમવારે દેશને ‘મન કી બાત’ દ્વારા સંબોધન કર્યું હતું. વડાપ્રધાને મન કી બાત કાર્યક્રમની શરૂઆતમાં કહ્યું કે આજે હું તમારી સાથે એક ખુશખુબરી શેર કરી રહ્યો છું. અન્નપૂર્ણાની એક ખુબ જૂની પ્રતિમા કેનેડાથી ભારત આવી રહી છે. આ મૂર્તિ 1913માં વારાણસીના મંદિરમાંથી ચોરી થઈ હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ નવા ખેતી કાયદાને લઈને ખેડૂતોના થઈ રહેલા વિરોધ પ્રદર્શન વિશે પણ વાત ચર્ચા કરી હતી.

વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ્યું કે, માતા અન્નપૂર્ણાનો કાશી સાથે વિશેષ સંબંધ છે. હવે તેમની પ્રતિમાનું પાછું આવવું તે આપણા બધા માટે સુ:ખદ છે. કેનેડાથી માતા અન્નપૂર્ણાની મૂર્તિ પાછી લઇ આવવામાં સહયોગ કનારાઓનો હું આભાર માનું છું. માતા અન્નપૂર્ણાની પ્રતિમાની જેમ જ આપણા દેશની અનેક અનમોલ ધરોહર આંતરરાષ્ટ્રીય ગેંગનો ભોગ બનતી રહી છે, તેમને બજારમાં ઊંચી કિંમતે વેચી દેવાય છે. ભારતે હવે તેમની વાપસી માટે પ્રયત્નો વધાર્યા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે માતા અન્નપૂર્ણાની પ્રતિમાની વાપસીની સાથે, એક સંયોગ એ પણ જોડાયેલો છે, કે તાજેતરમાં જ વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવ્યો. વર્લ્ડ હેરિટેજ વીક સંસ્કૃતિ પ્રેમીઓ માટે, જૂના સમયમાં પાછા વળવા માટે, તેમના ઈતિહાસના મહત્વના પડાવોની જાણકારી મેળવવા માટે એક શાનદાર તક આપે છે.

વડાપ્રધાને વધુમાં જણાવતા કહ્યું કે આજે દેશમાં અનેક મ્યૂઝિયમ અને લાઈબ્રેરી પોતાના કલેક્શનને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવવા પર કામ કરી રહ્યા છે. હવે તમે ઘરે બેઠા દિલ્હીના નેશનલ મ્યૂઝિયમ ગેલેરીની ટુર કરી શકશો. દિલ્હીમાં આપણા રાષ્ટ્રીય સંગ્રહાલયે આ અંગે કેટલાક સરાહનીય પ્રયત્નો કર્યા છે. જ્યાં એકબાજુ સાંસ્કૃતિક ધરોહરોને ટેક્નોલોજીના માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે મહત્વનું છે, ત્યારે આ ધરોહરોના સંરક્ષણ માટે ટેક્નોલોજીનો ઉપયોગ પણ મહત્વપૂર્ણ છે.

વડાપ્રધાાને કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ ભારતમાં ખેતી અને તે સંબંધિત ચીજોની સાથે નવા આયામ જોડાઈ રહ્યા છે. તાજેતરમાં કૃષિ સુધારાઓએ ખેડૂતો માટે નવી સંભાવનાઓના દ્વાર ખોલ્યા છે. આ અધિકારોએ બહુ ઓછા સમયમાં, ખેડૂતોની પરેશાનીઓને ઓછી કરવાનું કામ શરૂ કરી દીધુ છે. ખુબ વિચાર વિમર્શ બાદ ભારતની સંસદે કૃષિ સુધારાને કાયદાનું સ્વરૂપ આપ્યું. આ સુધારાઓથી ખેડૂતોના અનેક બંધનો સમાપ્ત થયા અને તેમને નવા અધિકારો પણ મળ્યા છે, નવી તકો મળી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે કાયદામાં એક બહુ મોટી વાત છે. આ કાયદામાં એ જોગવાઈ કરવામાં આવી છે કે ક્ષેત્રના એસડીએમ (SDM)એ એક મહિનાની અંદર જ ખેડૂતની ફરિયાદને પુર્ણ કરવાની રહેશે. તેઓએ વધુમાં કહ્યું કે હવે જ્યારે આવા કાયદાની તાકાત આપણા ખેડૂત ભાઈ પાસે હતી તો તેમની સમસ્યાનું સમાધાન તો થવાનું જ હતું, તેમણે ફરિયાદ કરી અને ગણતરીના દિવસોમાં જ તેમનું બાકી લેણું ચૂકવી દેવાયું.

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ મહિને 12 નવેમ્બરથી ડોક્ટર સલીમ અલીજીનો 125મો જયંતી સમારોહ શરૂ થયો છે. ડોક્ટર સલીમે પક્ષીઓની દુનિયામાં ઉલ્લેખનીય કામ કર્યુ છે. હું હંમેશાથી બર્ડ વોચિંગના શોખીન લોકોનો પ્રશંસક રહ્યો છું. તેઓએ કહ્યું કે ખુબ ધૈર્ય સાથે તેઓ કલાકો સુધી, સવાર સાંજ, બર્ડ વોચિંગ શકે છે. પ્રકૃતિના અનોખા નજારોની મજા માણી શકે છે અને પોતાના જ્ઞાનને આપણા સુધી પહોંચાડતા રહે છે. ભારતમાં પણ અનેક બર્ડ વોચિંગ સોસાયટી સક્રિય છે. તમે લોકો પણ આ વિષય સાથે જોડાઓ.

વડાપ્રધાન મોદીએ આ અગાઉ ટ્વિટ કરીને લખ્યું હતું કે મન કી બાત દ્વારા આપણે ઉત્કૃષ્ટ લોકોની ઉપલબ્ધિઓનો જશ્ન મનાવીએ છીએ. સામાજિક ઉત્કર્ષ માટે કામ કરીએ છીએ. પરંતુ દરેક ઉદાહરણને શેર કરવા માટે, અનેક એવા છે જે સમયની કમીના કારણે શેર કરવામાં અસમર્થ છે. પરંતુ હું ખુબ ઈનપુટ વાંચું છું અને તે વાસ્તવમાં મૂલ્યવાન છે.

Leave a Reply

Your email address will not be published.