////

બિહારના અરરિયામાં વડાપ્રધાન મોદીએ જનસભા સંબોધી, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

બિહારના અરરિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધી હતી, વડાપ્રધાને કોંગ્રેસ પર આખરા પ્રહારો કર્યા હતાં.

આ તકે વડાપ્રધાન મોદીએ કહ્યું, કોંગ્રેસે જૂઠુ બોલીને દેશના લોકોને કેવા કેવા ખોટા સપના દેખાડ્યા. ચૂંટણી પહેલા કહેતા હતા કે ગરીબી હટાવીશું, ખેડૂતોનું દેવું માફ કરીશું, ટેક્સ ઓછો કરીશું. વાતો બહુ કરી, પરંતુ ઈતિહાસ સાક્ષી છે. દસ્તાવેજ સાક્ષી છે કે, તેમણે આમાંથી એક પણ કામ નથી કર્યું, કોંગ્રેસ ફક્ત લોકોને આડા રસ્તે લઈ જવા માગે છે.

આગળ વડાપ્રધાને કહ્યું કે, આજે બિહારમાં પરિવારબાદ હારી રહ્યો છે. જનતંત્ર ફરીથી જીતી રહ્યું છે. વિકાસ જીતી રહ્યો છે, અહંકાર હારી રહ્યો છે, પરિશ્રમ ફરી જીતી રહ્યો છે. કૌભાંડ હારી રહ્યા છે, લોકોનો હક ફરી એક વાર જીતી રહ્યો છે.

વડાપ્રધાને રેલીને સંબોધતા વધુમાં કહ્યું કે, બિહાર એ ભૂલી નહીં શકે જ્યારે ચૂંટણીને આ લોકોએ મજાક બનાવી દીધી હતી. આમના માટે ચૂંટણીનો મતલબ હતો ચારે તરફ હિંસા, હત્યા, બૂથ કેપ્ચરિંગ. બિહારના ગરીબો પાસેથી આ લોકોએ વોટ દેવા સુધીનો અધિકાર છીનવી લીધો હતો. ત્યારે મતદાન નહતું થતું. મત છીનવી લેવામાં આવતો હતો. વોટની લૂંટ થતી હતી. ગરીબોનો હક છીનવાઈ રહ્યો હતો. બિહારમાં ગરીબને યોગ્ય રીતે મતદાનનો અધિકાર એનડીએએ આપ્યો હતો. લોકતંત્રની આટલી મોટી તાકાત, લોકતંત્ર પ્રત્યે દરેક બિહારીનું આટલું મોટું સમર્પણ, વિશ્વના તમામ થિન્ક ટેન્કે આનું મૂલ્યાંકન કરવું પડશે કે ભારતના લોકોની આત્મામાં લોકતંત્ર કેટલી ઊંડુ વસેલું છે. આજે બિહારના લોકોએ દેશ જ નહીં, દુનિયામાં એક સંદેશ આપ્યો છે. કોરોનાના આ સંકટ કાળમાં જ્યારે દુનિયાભરમાં હડકંપ મચ્યો છે. બિહારના લોકો પોતાના ઘરથી નીકળી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.