////

બિહારમાં વડાપ્રધાન મોદીનો હુંકાર, જાણો શું કહ્યું સાસારામમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ સાસારામથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. આ તકે બિહારની જનતાને ઉદ્દેશીને PM મોદીએ સભાને સંબોધન કરી હતી. આ તમામ વચ્ચે વડાપ્રધાને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતાં.

વડાપ્રધાન મોદીએ બિહારમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી સભા સંબોધી હતી. આ વચ્ચે વડાપ્રધાને અપ્રત્યક્ષ રીતે LJP કે ચિરાગ પાસવાનનું નામ લીધા વગર સ્પષ્ટ કરી દીધું કે સરકાર JDU અને BJPની જ બનશે.

વડાપ્રધાન મોદીની રેલીના મુખ્ય અંશો

વડાપ્રધાને સાસારામમાં રેલી સંબોધતા કહ્યું, આત્મનિર્ભરતાના સંકલ્પને મજબૂત કરવા માટે નીતિશ કુમારની આગેવાનીવાળી સરકાર બનવી જરૂરી છે. બિહારમાં એનડીએની સરકાર જરૂરી છે.

આ ક્ષેત્રના ઘણા યુવાનો એન્ટ્રેસ એક્ઝામ માટે મોટા શહેરો તરફ વળ્યા છે, જેનાથી તેમનો સમય, ઊર્જા અને ધન ત્રણેય બગડે છે. હવે દેશમાં મોટાભાગના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોમન એન્ટ્રેસ ટેસ્ટની સુવિધા મળવાથી યુવા સાથીઓની મુશ્કેલી ઓછી થશે. કનેક્ટિવિટી, એનડીએની ડબલ એન્જિનની સરકારની પ્રાથમિકતા રહી છે.

આજે બિહારના લગભગ તમામ ગામડા સુધી પાકા રસ્તાઓ બની રહ્યા છે. નેશનલ હાઈ-વે પહોળા થઈ રહ્યા છે. બિહારની નદીઓ પર આજે એક પછી એક નવા અને આધુનિક બ્રિજ બની રહ્યા છે. બિહારમાં સ્વરોજગાર માટે પણ સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નાણા યોજનાથી ગરીબો, મહિલાઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, દુકાનદારોને વગર ગેરંટીએ લોન મળી રહી છે. ગામડાઓમાં ઉદ્યોગ સાહસિક દીદીઓનો સમૂહ છે. જેમને પણ બેન્કોથી મળનારી સુવિધાઓ વધારવામાં આવી છે.

દેશની શિક્ષા વ્યવસ્થામાં તો બિહારનો ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિથી પ્રેરણા લેતા હવે કોશિષ હશે. મેડિકલ, એન્જિનિયરિંગ સહિત તમામ ટેક્નિકલ કોર્સને પણ માતૃભાષામાં ભણાવવામાં આવશે.સુવિધા સાથે સાથે બિહારના તમામ વર્ગોને વધુને વધુ મોકા આપવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. દલિતો, પછાત, આદિવાસીઓને મળનારી અનામતને આગામી 10 વર્ષ સુધી વધારી દેવામાં આવી છે.

બિહારના લોકોએ આમને સત્તાથી બેદખલ કરી દીધા. દસ વર્ષ સુધી આ લોકોએ યુપીએ સરકારમાં રહેતા બિહાર પર અને બિહારના લોકો પર પોતાનો ગુસ્સો કાઢ્યો હતો. બિહારના વિકાસની દરેક યોજનાને અટકાવવા અને લટકાવવાવાળા આ જ લોકો છે, જેમણે પોતાના 15 વર્ષના શાસનમાં સતત બિહારને લૂંટ્યું જ છે. તમે બહુ વિશ્વાસ સાથે તેમને સત્તા સોંપી હતી, પરંતુ તેમણે સત્તાને પોતાની તિજોરી ભરવાનું માધ્યમ બનાવી દીધું હતું. હું બિહારની ભૂમિથી આ લોકોને સ્પષ્ટ કહેવા માગુ છું કે, આ લોકો જેની પણ મદદ લઈ લે, દેશ પોતાના નિર્ણયોથી પાછળ નહીં હટે.

દેશવાસીઓ વર્ષોથી જમ્મુ-કાશ્મીરમાં કલમ- 370 હટવાની રાહ જોઈ રહ્યા હતાં. આ નિર્ણય અમે કર્યો. એનડીએની સરકારે લીધો, પરંતુ આજે આ લોકો આ નિર્ણયને ફેરવી દેવાની વાત કરી રહ્યા છે. આ લોકો કહી રહ્યા છે કે, સત્તામાં આવી શું તો જમ્મુ-કાશ્મીરમાં ફરી કલમ- 370 લાગૂ કરીશું. જ્યારે રાફેલ વિમાન ખરીદ્યા ત્યારે પણ વચેટિયાઓ અને દલાલોની ભાષા બોલી રહ્યા હતા.

ગરીબ દીવાળી અને છઠ પૂજા સારી રીતે ઊજવી શકે તે માટે મફત અનાજની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કોરોના દરમિયાન કરોડો ગરીબ મહિલાઓના ખાતામાં સીધી મદદ પહોંચાડવામાં આવી હતી. મફત ગેસ સિલિન્ડરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે લોકોએ સરકારી ભરતીઓ માટે બિહારના યુવાનોથી લાખો રૂપિયાની લાંચ લીધી તેઓ ફરી બિહારને લાલચની નજરથી જોઈ રહ્યા છે. આજે બિહારમાં ભલે પેઢી બદલાઈ હોય, પરંતુ બિહારના યુવાનોએ એ યાદ રાખવું જોઈએ કે બિહારને આટલી મુશ્કેલીમાં નાખનારા કોણ હતા.

સર્વે થઈ રહ્યા છે, જેટલા પણ રિપોર્ટ આવી રહ્યા છે. તે તમામમાં એ જ આવી રહ્યું છે કે બિહારમાં ફરી એક વાર એનડીએ સરકાર બનાવવા જઈ રહી છે. બિહારવાસીઓને અભિનંદન આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું, જેવી રીતે તેમણે કોરોના મહામારીનો સામનો કર્યો તે ખૂબ જ પ્રશંસનીય છે. દુનિયાના અમીર દેશોની હાલત પણ કોઈનાથી છુપી નથી.

Leave a Reply

Your email address will not be published.