Breaking News :વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું- ઘરમાં રહો, સુરક્ષિત રહો અને દેશને સુરક્ષિત રાખો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું રાષ્ટ્રજોગ સંબોધન કરતા દેશની જનતાનો આભાર વ્યક્ત કર્યો.. કોરોનાથી વધતા કહેર સામે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે- આજ રાત 12 વાગ્યાથી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવશે… આગામી 21 દિવસમાં કોઈપણ વ્યક્તિ બિનજરૂરી રીતે ઘરની બહાર નહીં નીકળી શકે સાથેજ શહેરો અને ગામડાઓ પણ લોકડાઉન રહેશે…વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના અંદાજમાં કોરનાને વર્ણવ્યો અને કહ્યું કે કોરોના એટલે- “કોઈ રોડ પર ન નીકલે” તો દેશવાસીઓનું જીવન બચાવવા સંપૂર્ણપણ લોકડાઉન કરવામાં આવી રહ્યું છે.. વડાપ્રધાન મોદીએ ડોકટર અને નર્સિગ સ્ટાફનો આભાર માની મીડિયાકર્મીઓની કામગીરીને બીરદાવી…તો પોલીસ કર્મચારીઓને સહકાર આપવા અપીલ કરી કરી સાથેજ દેશની જનતાને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી.

Leave a Reply

Your email address will not be published.