///

વડાપ્રધાન મોદીએ વિશ્વ ભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને કર્યુ સંબોધન

વડાપ્રધાન મોદીએ ગુરુવારે પશ્ચિમ બંગાળના શાંતિનિકેતન સ્થિત વિશ્વ ભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે વડાપ્રધાને સંબોધન કરતા કહ્યું કે, વિશ્વ ભારતીની 100 વર્ષની યાત્રા ખૂબ જ વિશેષ છે. વિશ્વ ભારતી, મા ભારતી માટે ગુરુદેવના ચિંતન, દર્શન અને પરિશ્રમનો એક સાકાર અવતાર છે. ભારત માટે ગુરુદેવે જે સ્વપ્ન જોયું હતું, તે સ્વપ્નને મૂર્તિ રૂપ આપવા માટે દેશને નિરંતર ઉર્જા આપનારું આ એક રીતે આરાધ્ય સ્થળ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વ ભારતીના 100 વર્ષ પૂરા થવા તે દરેક ભારતીય માટે ગૌરવની વાત છે. મારા માટે પણ આ સૌભાગ્યની વાત છે કે આજના દિવસે આ તપોભૂમિનું પુણ્ય સ્મરણ કરવાની તક મળી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણો દેશ, વિશ્વ ભારતીયોનો સંદશ સમગ્ર વિશ્વ સુધી પહોંચી રહ્યો છે. ભારત આજે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. ભારત આજે એકમાત્ર મોટો દેશ છે જે પેરિસ સમજૂતીના પર્યાવરણના લક્યો્રને પ્રાપ્ત કરવાના યોગ્ય માર્ગ પર છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, જ્યારે આપણે સ્વાતંત્રતા સંગ્રામની વાત કરીએ છીએ તો આપણા મનમાં 19-20મી સદીનો વિચાર આવે છે. પરંતુ એ પણ એક તથ્ય છે કે આ આંદોલનનો પાયો ઘણો પહેલા નાંખવામાં આવ્યો હતો. ભારતની આઝાદીના આંદોલનને સદીઓ પહેલાથી ચાલી આવી રહેલા આંદોલનથી ઉર્જા મળતી હતી.

વડાપ્રધાને કહ્યું કે, ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતાને ભક્તિ આંદોલને મજૂબત કરવાનું કામ કર્યું હતું. ભક્તિ યુગમાં હિન્દુસ્તાનના દરેક ક્ષેત્ર, દરેક વિસ્તાર, પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ, દરેક દિશામાં આપણા સંતોએ, મહંતોએ, આર્ચાર્યોએ દેશની ચેતનાને જાગૃત રાખવાનો પ્રયાસ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.