/////

કોરોના સંકટ વચ્ચે PM મોદીની સંતોને અપીલ, કહ્યું – બે શાહી સ્નાન થયા છે, હવે કુંભને પ્રતીકાત્મક રાખવામાં આવે

દેશમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાના વધતા જતા કેસને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભમેળાને પ્રતિકાત્મક રાખવા માટે સંતોને અપીલ કરી હતી. આ સાથે જ પીએમ મોદીએ તમામ સાધુ-સંતોની સ્થિતિ પણ જાણી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ‘આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરી સાથે આજે ​​ફોન પર વાત કરી હતી. તમામ સંતોના સ્વાસ્થ્ય વિશે જાણ્યું. તમામ સંતો વહીવટને તમામ પ્રકારના સહયોગ આપી રહ્યા છે. મેં આ માટે સંત જગતનો આભાર માન્યો.’

PM મોદીએ વધુ એક ટ્વિટમાં લખ્યું કે, ‘મેં પ્રાર્થના કરી છે કે બે શાહી સ્નાન થયા છે અને હવે કુંભને કોરોના સંકટને કારણે પ્રતીકાત્મક રાખવું જોઈએ. તેનાથી આ કટોકટી સામેની લડતને શક્તિ મળશે.

મહત્વનું છે કે, આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ પીએમ મોદીના ટ્વીટને રીટ્વીટ કરતી વખતે લખ્યું હતું કે, ‘અમે પ્રધાનમંત્રીના કોલનું સન્માન કરીએ છીએ. જીવનનું રક્ષણ એ એક મહત્વપૂર્ણ છે. મારો ધર્મ પરાયણ લોકોને કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં સ્નાન ન કરવા અને નિયમોનું પાલન કરવા વિનંતી કરી છે.

Leave a Reply

Your email address will not be published.