વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. અહીં તેમના સ્વાગત માટે રાજ્યપાલ, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે. પ્રોટોકોલ મુજબ તેમનું સ્વાગત કરાયું છે. એરપોર્ટથી PM મોદી બાય રોડ ગાંધીનગર ખાતે કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલી પાઠવવા પહોંચશે. બાદમાં ત્યાંથી નરેશ-મહેશ કનોડિયાના નિવાસ સ્થાને ખાતે જઇ તેમને પણ શ્રદ્ધાંજલી પાઠવશે. આ ઉપરાંત માતા હિરાબાને પણ મળી શકે છે.
ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસમાં કેશુભાઇ પટેલના નિધનને કારણે છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે તેઓ શુક્રવારે સીધા કેવડિયા જવાને બદલે કેશુબાપાના પરિવારને સાંત્વના પાઠવવા ગાંધીનગર જશે. આ પહેલા કાર્યક્રમ મુજબ વડાપ્રધાન મોદી પહેલા કેવડિયા જવાના હતાં.
મહત્વનું છે કે વડાપ્રધાન મોદી કેવડીયા ખાતે 17 યોજનાઓનું લોકાર્પણ કરશે. જેમાં સી પ્લેનનો પણ સમાવેશ છે.